- NRHCએ COVID-19 મહામારીમાં મજૂરો તેમજ શ્રમિકોને લઈને ગાઈડલાઈન જાહેર કરી
- COVID-19 સામે લડવા માટે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન લગાવ્યું છે
- સમાનના વિભિન્ન વર્ગો પર મહામારીના પ્રભાવોને ધ્યાનમાં રાખીને જાહેર કરાઈ ગાઈડલાઈન
નવી દિલ્હી: COVID -19 મહામારીને પગલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો અને સ્થળાંતર કરનારા કામદારો પર પડેલા વિપરીત પ્રભાવોને લઈને વિવિધ મંત્રાલયો અને રાજ્યોને ગાઈડલાઈન જાહેર કરી છે.
આ પણ વાંચો: કોરોના રસી લીધા પછી પણ અનુસરો કોરોના ગાઈડલાઈન
COVID-19 સામે લડવા માટે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન લગાવ્યું છે
દેશ એપ્રિલથી જ કોરોના વાઈરસ મહામારીની વિનાશકારી બીજી લહેર સામે લડી રહ્યો છે અને COVID-19 સામે લડવા માટે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન લગાવ્યું છે.
આ પણ વાંચો: ખેડૂતોનું ભારત બંધ આજે, કેન્દ્ર સરકારે જાહેર કર્યું આ પરામર્શ
NRHCએ COVID-19 મહામારીમાં મજૂરો તેમજ કામદારોને લઈને ગાઈડલાઈન જાહેર કરી
આ ગાઈડલાઈન મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્યના અઘિકાર, મજૂરોની ઓળખ, કામદારોના હકોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નિવેદન મુજબ, આયોગે તેના જનરલ સેક્રેટરી બીમ્બાધર પ્રધાનના માધ્યમથી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોની સલાહ સાથે વાતચીત કરી હતી તેમજ ભલામણોને અમલમાં મૂકવા માટે ચાર અઠવાડિયામાં રિપોર્ટ આપવાનું કહ્યું છે.