- આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફાઇનાન્સ કમિટીની બેઠક
આગામી આવનારા પ્રોજેક્ટ અંગે બજેટ મુકવામાં આવશે. મુખ્યત્વે પ્રેમનો પટારો પ્રોજેક્ટ અને વિડઝમ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ અંગેનો નિર્ણય થશે.
- અમદાવાદમાં POS મશીનથી ટ્રાફિક દંડનો આજથી આરંભ
અમદાવાદમાં ટ્રાફિક દંડ POS મશીનથી લેવાશે. સવારે 10 વાગ્યે ટ્રાફિક સેમીનાર અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને POS મશીનથી દંડનો આરંભ કરાશે.
- આજે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં વિજયના 50 વર્ષ પૂર્ણ
1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં વિજયના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આજે સવારે 08 વાગ્યે વિજય મશાલ BSF કેમ્પસ ભુજ ખાતે આવશે. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય થલ સેના, ભારતીય વાયુ સેના, BFS અને યુદ્ધના દિગ્ગજોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
- ઝારખંડમાં ભાજપનો પાંચ દિવસીય ધરણાનો કાર્યક્રમ આજથી શરૂ
ઝારખંડમાં ખનિજ પદાર્થોની ગેરકાયદેસર ખનન અને કાયદો અને વ્યવસ્થાના ભંગનો મુદ્દો ઉઠાવતા ભાજપનો પાંચ દિવસીય ધરણાનો કાર્યક્રમ આજથી શરૂ થશે.
- MPના જબલપુરમાં આજ રોજ નિયમિત રૂબરૂ સુનાવણી શરૂ કરવા મહત્વની બેઠક
MPમાં છેલ્લા 16 મહિનાથી ફક્ત તાકીદનાં કેસની સુનાવણી થાય છે. કોર્ટમાં નિયમિત સુનાવણી 2 ઓગસ્ટથી શરૂ થઈ શકે છે. આજ રોજ જબલપુરમાં નિયમિત રૂબરૂ સુનાવણી શરૂ કરવા માટે એક મહત્વની બેઠક યોજાશે.
- કર્ણાટકાના પૂર્વ મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પા આજે ચામરાજનગરની મુલાકાત લેશે
કર્ણાટકાના પૂર્વ મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પા આજે ચામરાજનગરની મુલાકાત લેશે.
કર્ણાટકના નવા મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઇ આજે દિલ્હીની મુલાકાત લેશે
કર્ણાટકના નવા મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઇ આજે દિલ્હીની મુલાકાત લે તેવી શક્યતા છે. તેઓ PM મોદીની મુલાકાત લેશે.
તમિલનાડુના મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલીન કર્ફ્યુમાં છૂટછાટ અંગે અધિકારી સાથે ચર્ચા કરશે
તમિલનાડુના મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલીન કર્ફ્યુમાં છૂટછાટ અંગે અધિકારી સાથે ચર્ચા કરશે.
- આજથી દિલ્હીમાં PVR સિનેમાઘરો ખુલશે
આજથી દિલ્હીમાં PVR સિનેમાઘરો ખુલશે. ઘણા દિવસોથી બંધ રહેલા સિનેમાઘરો ખુલતા લોકોને હવેથી ફરી મનોરંજન માણવા મળશે.
- આજે મશહુર સિંગર સોનુ નિગમનો જન્મદિવસ
આજે મશહુર સિંગર સોનુ નિગમનો જન્મદિવસ છે. સોનુ નિગમે ત્રણ વર્ષની વયે તેમના ગાયન કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 19 વર્ષની વયે તેમના પિતા સાથે મુંબઇ આવીને બોલીવુડમાં ગાયન કારકિર્દી શરૂ કરી.