આજે દ્વારકાનું વિશ્વ વિખ્યાત જગત મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલ્લું મૂકવામાં આવશે.
આજે દ્વારકાનું વિશ્વ વિખ્યાત જગત મંદિર ખુલ્લુ મુકવામાં આવશે. મંદિર પરીસરના મુખ્ય પ્રવેશદ્વાર પરથી ભાવિકોને એકસાથે પ૦ ની સંખ્યામાં દર્શન માટે પ્રવશે આપવામાં આવશે. મંદિર પરિસરમાં યાત્રિકોને માત્ર દર્શન માટે જ છૂટછાટ મળશે, અને આખા દિવસની ચાર આરતીમાં યાત્રિકો માત્ર દર્શન કરી શકશે. સંપૂર્ણ આરતી દરમિયાન યાત્રિકોને ઊભા રહેવા દેવામાં આવશે નહીં અને મંદિરમાં યાત્રિકોને પરિક્રમા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
આજથી મિનિ લોકડાઉનના અનલોકમાં મોટા ફેરફારો લાગુ પડશે
રાજ્યમાં ધંધા-રોજગાર અને ખાણીપીણીથી લઈ જાહેર કાર્યક્રમોમાં અનેક મોટા ફેરફાર થયા છે. આજથી 15 દિવસ એટલે કે 26મી જૂન સુધી આ ફેરફારો લાગુ. આજથી 26 જૂન સુધી હોટલ-રેસ્ટોરન્ટમાં સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50 ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે. સાથે જ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યો છે. આ તમામ નિયંત્રણો અને છૂટછાટો 26 જૂન સુધી અમલી રહેશે.
આજે કોંગ્રેસ દિલ્હીના જુદા જુદા જિલ્લાઓમાં દેખાવો કરશે
આજે ડીઝલ-પેટ્રોલના વધેલા ભાવોને લઈને કોંગ્રેસ દિલ્હીના જુદા જુદા જિલ્લાઓમાં દેખાવો કરશે. કોરોનાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ સજાગ રહેશે. દેશમાં ડીઝલ અને પેટ્રોલની કિંમત આસમાને છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પણ પાર કરી ગયો છે. તે જ સમયે, પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ ભાવમાં વધારો કરી રહી છે. આ વધતા ભાવોની અસરથી સામાન્ય લોકો પરેશાન છે. દેશભરના પેટ્રોલ પમ્પ સામે દેશવ્યાપી પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરશે.
આજે રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનો જન્મદિવસ છે
આજે 11 જૂન 1948ના રોજ ફુલવારિયા, ગોપાલગંજ, બિહારમાં લાલુ પ્રસાદ યોદવનો જન્મ થયો હતો. લાલુ પ્રસાદ યાદવ એક ભારતીય રાજકારણી છે. તેઓ રાજકીય પક્ષ રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, પૂર્વ કેન્દ્રીય રેલવે પ્રધાન અને 15 મી લોકસભાના ભૂતપૂર્વ સંસદ સભ્ય છે.
આજે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ સામે કોંગ્રેસનું પ્રદર્શન
આજે 11 જૂનના રોજ રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવોને લઇ કોંગ્રેસ પેટ્રોલ પમ્પ પર દેખાવો કરશે. કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલના આસામાને ચઢેલા ભાવોના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. દેશભરના પેટ્રોલ પમ્પ સામે દેશવ્યાપી પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરશે.
આજે રાજેશ પાઇલટની પુણ્યતિથિ પર દૌસામાં કાર્યક્રમ યોજાશે
આજે 11 જૂને રાજેશ પાઇલટની પુણ્યતિથિ પર દૌસામાં કાર્યક્રમ યોજાશે. સચિન પાયલોટ તેમના જૂથ સાથે ભેગા થશે, બળવાની નવી રણનીતિ બનાવવાની સંભાવના છે.
આજે મુખ્યપ્રધાન સ્ટાલિન વિવિધ ડેમ અને જિલ્લાના નિરીક્ષણ માટે જશે
આજે 11 જૂને પરંપરાગત કાલનાઇ ડેમ, મેટ્ટુર ડેમ અને ડેલ્ટા જિલ્લાઓની મુલાકાતે મુખ્યપ્રધાન સ્ટાલિન નિરીક્ષણ માટે જશે.
આજે કોરોના મૃતકના પરિવારજનોને વળતર આપવાના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
આજે 11 જૂને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવાની માગના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.
આજે આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળશે
આજે આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળશે. ઉત્તર પ્રદેશના રાજકીય ઘટનાક્રમમાં ગુરૂવારે અચાનક દિલ્હી પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મોદી અને શાહ સાથે મુલાકાત બાદ ભાજપ અધ્યક્ષ મુખ્યપ્રધાનને જરૂરી નિર્દેશ આપશે.
આજે અભિનેત્રી શામિન મન્નાનનો જન્મદિવસ છે
આજે ભારતીય અભિનેત્રી શામિન મન્નાનનો જન્મદિવસ છે, તેનો જન્મ 11 જૂન 1988ના રોજ આસામના ડિબ્રુગ્રહમાં થયો હતો. શામિન મન્નાન એક ભારતીય અભિનેત્રી છે, જે કલર્સ ચેનલ પર ટીવી શો સંસ્કારમાં ભૂમિકા ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. કલર્સ ટીવી પર સંસ્કાર - ધરોહર અપનો કી સીઝન 1 માં એનઆરઆઈ છોકરી ભૂમિની ભૂમિકા ભજવવા બદલ તેને પ્રશંસા અને માન્યતા મળી. શામિનને બેસ્ટ ફ્રેશ ન્યૂ ફેસ માટે ભારતીય ટેલી એવોર્ડ્સમાં નોમિનેટ કરવામાં આવી હતી.