- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક
આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજવામાં આવશે. જેમાં બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
- આજથી મધ્યપ્રદેશના મોટા શહેરોમાં રહેશે વિકેન્ડ લોકડાઉનઆજથી મધ્યપ્રદેશના મોટા શહેરોમાં રહેશે વિકેન્ડ લોકડાઉન
આજથી એટલે કે રવિવારથી મધ્યપ્રદેશના મોટા શહેરોમાં વિકેન્ડ લોકડાઉન રહેશે. આ દરમિયાન આવશ્યક સેવાઓ છોડીને બધી જ દુકાનો બંધ રહેશે.
- 5 રાજ્યોની ચૂંટણી પૂર્વે ભાજપમાં મંથનનો દોર ચાલુ, આજે રાજ્યોના પ્રભારીઓ સાથે કરશે બેઠકજે.પી. નડ્ડા
ભાજપની મહત્વપૂર્ણ બેઠક બાદ જેપી નડ્ડા અને સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. સૂત્રોની માનીએ તો, બન્ને નેતાઓએ પાર્ટી સંગઠન તરફથી વડાપ્રધાનને પ્રતિસાદ આપ્યો અને આગામી ચૂંટણીને લઈને પાર્ટી પ્રોગ્રામ તેમજ તૈયારીઓને લઈને વાતચીત થઈ.
- કોરોનાને લઈને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કરશે બેઠકકોરોનાને લઈને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કરશે બેઠક
હાલ કોરોનાના કહેરે મહામારી સર્જી છે ત્યારે તૈયારીઓ તેમજ સુરક્ષાને લઈને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ આજે બેઠક કરશે. જેમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને વાતચીત કરવામાં આવશે
- દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુએ આંશિક છૂટછાટ સાથે લોકડાઉન વધાર્યુંદિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુએ આંશિક છૂટછાટ સાથે લોકડાઉન વધાર્યું
દેશમાં છેલ્લા બે મહિના દરમિયાન કોરોનાના દૈનિક કેસ શનિવારે સૌથી ઓછા નોંધાયા હતા. વાઈરસનું સંક્રમણ ઓછું થતાં દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ જાહેર જનતા માટે કેટલીક છૂટછાટોની જાહેરાત કરવામાં આવી. પરંતુ આ ચાર રાજ્યોએ છૂટછાટ છતાં લોકડાઉન વધાર્યું છે.
- આ વખતે પણ નહીં થાય અમરનાથ યાત્રાઆ વખતે પણ નહીં થાય અમરનાથ યાત્રા
આ વખતે પણ અમરનાથ યાત્રા નહીં થાય. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત પૂજા થશે. જો કે, આ વખતે પણ બાબા બર્ફાનીની આરતીનું પવિત્ર ગુફાથી પ્રસારણ કરવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રા ન કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે.
- ભારતીય રેલવેએ ફરી શરૂ કરી 24 સ્પેશિયલ ટ્રેન, આજથી કરી શકાશે પ્રવાસભારતીય રેલવેએ ફરી શરૂ કરી 24 સ્પેશિયલ ટ્રેન, આજથી કરી શકાશે પ્રવાસ
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ભારતીય રેલવેએ કોરોના કેસની ઘટતી સંખ્યા વચ્ચે 5 અને 6 જૂનથી 24 સ્પેશિયલ પેસેન્જર ટ્રેનોની સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવે આ અગાઉ વિવિધ ઝોન દ્વારા આ ટ્રેનોને સ્થગિત કરી હતી. ઉત્તર પૂર્વી રેલવેએ 18 એક્સપ્રેસ વિશેષ ટ્રેનોને રદ્દ કરી છે. જે 15 જૂનથી શરૂ થશે. તમામ ટ્રેનો દિલ્હી અને મુંબઇ રૂટ ઉપર દોડશે.
- તમિલનાડુના મુખ્યપ્રધાનનો વડાપ્રધાન મોદીને પત્ર, NEET પરીક્ષા રદ્દ કરવાની માગતમિલનાડુના મુખ્યપ્રધાનનો વડાપ્રધાન મોદીને પત્ર, NEET પરીક્ષા રદ્દ કરવાની માગ
તમિલનાડુના મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલિને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને NEET જેવી તમામ રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષાઓ રદ્દ કરવાની માગ કરી છે. મુખ્યપ્રધાન સ્ટાલિને દેશમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ માગ કરી છે.
- નવા IT નિયમો પર જંગ ચાલુ, ટ્વિટરને સરકાર તરફથી મળી ફાઈનલ નોટિસનવા IT નિયમો પર જંગ ચાલુ, ટ્વિટરને સરકાર તરફથી મળી ફાઈનલ નોટિસ
ભારત સરકારે નવા IT નિયમો લાગુ કરવા અને તેનું પાલન કરવા ટ્વિટરને અંતિમ નોટિસ આપી છે. સોશિયલ મીડિયા કંપનીઓ માટેના દેશના નવા નિયમોને પગલે ટ્વિટરને ભારત સ્થિત અધિકારીઓની નિમણૂક કરવાની છેલ્લી તક આપવામાં આવી છે. જેનું પાલન ન કરવા પર 'કાર્યવાહી' થઈ શકે છે.
- દિલ્હીમાં ઓડ-ઈવનને આધાર પર ખુલશે બજાર, 50 ટકા ક્ષમતા સાથે મેટ્રો દોડશેદિલ્હીમાં ઓડ-ઈવનને આધાર પર ખુલશે બજાર, 50 ટકા ક્ષમતા સાથે મેટ્રો દોડશે
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજધાનીમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થતાં દુકાનો ઓડ-ઇવનને આધારે ખોલવામાં આવશે. તેમજ દિલ્હી મેટ્રો 50 ટકા પ્રવાસીઓની ક્ષમતા સાથે ચાલશે.