1. સુપ્રીમ કોર્ટમાં દિલ્હીની વિવિધ હોસ્પિટલોના ઓક્સિજન સંકટની સુનાવણી
![સુપ્રીમ કોર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11656745_supreme-court.jpg)
સુપ્રીમ કોર્ટ આજે ગુરુવારે દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન આપવાના મામલે સુનાવણી થશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરવી પડશે કે તે દિલ્હીની હોસ્પિટલોને કેવી રીતે ઓક્સિજન પ્રદાન કરશે.
2. ભાવનગર ભાજપ આજે પશ્ચિમ બંગાળ હિંસાના વિરોધમાં ભાજપના ધરણાં
![ભાજપા ધરણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11656745_bjp.jpg)
TMC સામે ભાજપ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે આજે ભાજપ વિરોધ પ્રદર્શન ધરણાં કરીને કરશે. ભાવનગર શહેરમાં વિભાવરીબેન દવે ઘોઘાગેટ ચોકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ધરણાં કરશે તો જીતુ વાઘાણી નિલમબાગ ધરણા કાર્યક્રમ કરશે.આમ એક જ પક્ષના 3 ધારાસભ્યો અલગ કાર્યક્રમ કરશે.
3. સુરતના માંગરોળ તાલુકામાં સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન
![પ્રધાન ગણપત વસાવા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11656745_ganpat-vasava.jpg)
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે 60થી વધુ બેડનું કોવિડ સેન્ટર શરૂ થશે. આ કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના હસ્તે થશે. આ કોવિડ સેન્ટરમાં ઓક્સિજનની સુવિધા તેમજ ત્રણ ડોકટર અને નર્સનો સ્ટાફ 24 કલાક તૈનાત રહેશે.
4. મોરબી જિલ્લામાં આજે દ્વિતીય રસીકરણ કેમ્પનું આયોજન
![મોહન કુંડારિયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11656745_mohan-kundriya.jpg)
ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને દ્વિતીય રસીકરણ કેમ્પનું આયોજન આજે 6 મેના રોજ કરવામાં આવ્યું છે. રસીકરણ કેમ્પમાં સાંસદ મોહન કુંડારિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે.
5. છત્તીસગઢમાં આજે 6 મે એ થનારુ 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ મોકૂફ
![રસીકરણ મોકૂફ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11656745_-veccin.jpg)
છત્તીસગઢ સરકારે રાજ્યમાં 18 થી 44 વર્ષની વયના લોકોને રસીકરણ મોકૂફ રાખ્યું છે. ત્રીજા તબક્કાના રસીકરણ અંગે હાઇકોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુધારો લાગુ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ નિર્ણય અમલમાં રહેશે.
6. તમિલનાડુમાં આજે 6 મેથી 20 મે સુધી લોકડાઉન જાહેર
![તમિલનાડુ લોકડાઉન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11656745_lock.jpg)
દેશમાં વધતા કોરોના કેસના પગલે અનેક રાજ્યોમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરાવા લોકડાઉન લાદવામાં આવી રહ્યા છે, ત્યારે તમિલનાડુ સરકારે પણ ગુરુવારને 6 મેથી 20 મે સુધી કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરાવા લોકડાઉન લાદવામાં આવ્યુ છે.
7. રાજસ્થાનમાં 5 પ્રધાનોનું જૂથ આજે રાજ્યમાં લોકડાઉન માટે સૂચનો આપશે
![અશોક ગેહલોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11656745_ashok.jpg)
રાજસ્થાન રાજ્યમાં પ્રધાનોની પરિષદે આ માટે પાંચ પ્રધાનોનું જૂથ બનાવ્યું, જેમાં કોરોના સંક્રમણની સાંકળ તોડવા માટે વધુ કડક પગલા ભરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનોનુ જૂથ સંભવિત પગલાઓ પર વિચાર કરશે અને આજે ગુરુવારે તેમના સૂચનો આપશે. જેના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
8. સુપ્રીમ કોર્ટ મદ્રાસ હાઈકોર્ટ કેસ પર ચુકાદો સંભળાવશે
![સુપ્રીમ કોર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11656745_supreme-court.jpg)
સુપ્રીમ કોર્ટ મદ્રાસ હાઈકોર્ટના અવલોકન અને ટીપ્પણી સામે અપીલમાં પોતાનો ચુકાદો જાહેર કરશે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમણમાં થયેલા વધારા માટે ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને જવાબદાર ગણાવ્યુ છે.
9. સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળના કોલસાની ખનન કૌભાંડ અંગે અરજીની સુનાવણી
![સુપ્રીમ કોર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11656745_supreme-court.jpg)
સુપ્રીમ કોર્ટ ગુરુવારે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીની સુનાવણી સુનિશ્ચિત કરશે. જેણે CBIને પશ્ચિમ બંગાળમાં કથિત ગેરકાયદેસર ખાણકામ અને રાજ્યની સંમતિ વિના કોલસાના પરિવહનના કેસમાં તપાસ કરવાની મંજૂરી આપી હતી.
10. અભિનેતા વિંદુ દારા સિંઘનો આજે જન્મદિવસ
![વિંદુ દારા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11656745_vindu-dara.jpg)
આજે વિંદુ દારા સિંહનો જન્મદિવસ છે. ટીવી સીરિયલ રામાયણમાં હનુમાનની ભૂમિકા ભજવનાર દારા સિંહનો પુત્ર વિંદુ દારા સિંહ છે. તેના પિતાએ ફિલ્મોમાં પુત્રને મોટો અભિનેતા બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી.