1.સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે.
![સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9974000_mhgjgh.jpg)
ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.આ બેઠકમાં મહત્વની ચર્ચાઓ થશે. જેમા રાજ્યમાં સતત વધી રહેલા કોરોના મુદ્દે તેમજ શિક્ષણના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
2.આજે રાષ્ટ્રીય કિસાન દિવસ, પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મ દિવસ પર મનાવવામાં આવે છે.
![આજે રાષ્ટ્રીય કિશાન દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9974000_jhhg.jpg)
એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન વચ્ચે આઝે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની 118મી જયંતીના ભાગરુપે આજે કિસાન દિવસ તરીકે મનાવવામાં આવશે. ભાજપ શાસિત પ્રદેશોમાં ખેડૂતોને લોભાવવા માટે અન્ય રાજ્યોમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં આયોજનની તૈયારી કરવામાં આવી છે.
3.ખેડૂત આંદોલનનો 28મો દિવસ.... કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો દિલ્હી બોર્ડર પર અડગ
![ખેડૂત આંદોલનનો 28મો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9974000_hgfhf.png)
નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય કિશાન દિવસ મનાવશે. બીજી તરફ ભારતીય ખેડૂત યૂનિયને એલાન કર્યું છે કે, આજે અમે એક ટાઈમ જમવાનું નહી ખાશું.
4.આજથી ફરીથી ખુલવામાં આવશે ઓડિસાનું શ્રી જગન્નાથ મંદિર
![આજથી ફરીથી ખુલવામાં આવશે ઓડિસાનું શ્રી જગન્નાથ મંદિર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9974000_fdgd.jpg)
કોરોના મહામારીને કારણે 9 મહિના સુધી બંધ રહેલું પુરીમાં આવેલું જગન્નાથ મંદિરના કપાટ આજે ભક્તો માટે ખુલશે. તેમજ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.
5.ઈન્દોરમા ગીતા ભવનમાં ગીતા જયંતી મહોત્સવ
![ઈન્દોરમા ગીતા ભવનમાં ગીતા જયંતી મહોત્સવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9974000_hklj.jpg)
આજથી ઈન્દોરમાં ગીતા ભવન જયંતી મહોત્સવનો શુભારંભ થશે. આ આયોજન પાંચ દિવસ સુધી ચાલશે. જેમાં દેશના જાણીતા વિદ્ઘાનોના મુખથી ગીતા જ્ઞાન પ્રવાહિત કરશે. જેને લઈ સંતોનું આગમન શરુ થયું છે.
6.અનુરાગ ઠાકુર , કપિલ મિશ્રા હેટ સ્પીચ મામેલ સુનાવણી
![અનુરાગ ઠાકુર , કપિલ મિશ્રા હેટ સ્પીચ મામેલ સુનાવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9974000_gh.jpg)
અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા પર હેટ સ્પીચ મામલામાં FIRને લઈ આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. સીએએ આંદોલન દરમિયાનનો આ મામલો છે.
7.પાકિસ્તાનમાં પીડીએમ આજથી ફરી શરુ કરશે સરકાર વિરોધી આંદોલન
![પાકિસ્તાનમાં પીડીએમ આજથી ફરી શરુ કરશે સરકાર વિરોધી આંદોલન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9974000_jhgj.jpg)
પાકિસ્તાનમાં 11 વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) આજથી ઈમરાન સરકારના વિરોધમાં આંદોલન કરશે. આંદોલનનો બીજો તબક્કો આજે મર્દનમાં એક સાર્વજનિક બેઠકની સાથે શરુ થશે.
8.કોરોનાથી બચવા માટે આજથી ભુટાનમાં લૉકડાઉન
![કોરોનાથી બચવા માટે આજથી ભુટાનમાં લૉકડાઉન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9974000_gfh.jpg)
કોરોના મહામારીને લઈ ભારતના પાડોશી દેશ ભુટાને દેશભરમાં બીજા તબક્કામાં લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લૉકડાઉન હેઠળ 23 થી ડિસેમ્બરથી 7 દિવસ માટે દેશમાં લાગુ કરવામાં આવશે. આ પહેલા ભૂટાન સરકારે મધ્ય અગસ્ટ મહિનામાં કોરોના વાયરસના ખતરાને ધ્યાને લઈ દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે.
9.સૈફ અલી ખાનના વિવાદિત નિવેદન પર આજે સુનાવણી
![સૈફ અલી ખાનના વિવાદિત નિવેદન પર આજે સુનાવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9974000_jgh.jpg)
સીતાહરણને યોગ્ય બતાવનાર સૈફ અલી ખાનના નિવેદન પર આજે જૌનપુર કોર્ટમાં સુનાવણી થશે. યુપીના એક વકીલે ફિલ્મના નિર્મતાઓ અને અભિનેતા સૈફ અલી ખાન વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
10.આજથી ઓસ્ટ્રેલિયા ઓપનની ટિકીટોનું વેંચાણ શરુ
![આજથી ઓસ્ટ્રેલિયા ઓપનની ટિકીટોનું વેંચાણ શરુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9974000_hgfhgf.jpg)
ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આગમી વર્ષ 8 ફેબુઆરીના રોજ શરુ થનાર પ્રથમ ગ્રાન્ડ સ્લેમ-ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ માટે ટિકીટોનું વેંચાણ શરુ થયું છે. આ ટૂર્નામેન્ટ 21 ફેબ્રુઆરી સુધી ચાલશે.