નવી દિલ્હી: પંજાબના રાજ્યસભાના સભ્ય અને AAP નેતા રાઘવ ચઢ્ઢા રવિવારે લેક્મે ફેશન વીકમાં (Lakme Fashion Week) રેમ્પ વોક કરતા જોવા (Ramp walk By Raghav Chadha) મળ્યા હતા. ચડ્ઢા આ શોમાં ડિઝાઇનર પવન સચદેવનો શોસ્ટોપર (showstopper raghav chadha) હતો. તેના વીડિયો અને તસવીરો રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
-
AAP Rajya Sabha MP @raghav_chadha
— Ram / राम 🇮🇳 (@ramkumarjha) March 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Show stoppers At Lakmé fashion week for Designer #PawanSachdev pic.twitter.com/4RIHWJZr5U
">AAP Rajya Sabha MP @raghav_chadha
— Ram / राम 🇮🇳 (@ramkumarjha) March 27, 2022
Show stoppers At Lakmé fashion week for Designer #PawanSachdev pic.twitter.com/4RIHWJZr5UAAP Rajya Sabha MP @raghav_chadha
— Ram / राम 🇮🇳 (@ramkumarjha) March 27, 2022
Show stoppers At Lakmé fashion week for Designer #PawanSachdev pic.twitter.com/4RIHWJZr5U
આ પણ વાંચો: OSCAR 2022: 'ડ્રાઈવ માય કાર'ને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો
અપારશક્તિ ખુરાના સાથે રેમ્પ વોક કર્યું: રાઘવ ચઢ્ઢાને બ્રાઉન બેલ્ટથી શણગારેલા સ્ટાઇલિશ ઓલ-બ્લેક સૂટમાં રેમ્પ વોક કરતા જોઈ શકાય છે. તેમણે એક્ટર અપારશક્તિ ખુરાના સાથે રેમ્પ વોક કર્યું હતું. આ તસવીરો લેક્મે ફેશન વીક 2022ની છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: લેક્મે ફેશન વીકમાં ચઢ્ઢાના રેમ્પ વોકની તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ટ્વિટર પર લોકોએ લેક્મે ફેશન વીકમાં રાઘવ ચઢ્ઢાના રેમ્પ વોક પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું.
બિનહરીફ ચૂંટાયેલા રાજ્યસભાના સૌથી યુવા સભ્ય: પંજાબના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા પંજાબના અન્ય ચાર સભ્યો સાથે બિનહરીફ ચૂંટાયેલા રાજ્યસભાના સૌથી યુવા સભ્ય છે. પંજાબમાં, આમ આદમી પાર્ટીએ રાજ્યસભા માટે અશોક કુમાર મિત્તલ, હરભજન સિંહ, રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને સંજીવ અરોરા સહિત પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
આ પણ વાંચો: oscar awards 2022: ઓસ્કારમાં લડાઈ, આ કારણે વિલ સ્મિથે હોસ્ટને માર્યો મુક્કો
દિલ્હી વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું : AAP નેતા રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ચૂંટાયા બાદ દિલ્હી વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. રાઘવ ચઢ્ઢા 20 ફેબ્રુઆરીની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના પંજાબ યુનિટના સહ-પ્રભારી હતા. પંજાબમાં AAPની જીતનો શ્રેય પણ તેમને આપવામાં આવ્યો હતો.