ETV Bharat / bharat

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પોતાનો જ રેકોર્ડ તોડીને નવો કિર્તિમાન સ્થાપ્યો - ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો

7 ઓગસ્ટ, 2021 ના ​​રોજ ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરના ઐતિહાસિક(New record at Tokyo Olympics) ગોલ્ડ મેડલ-વિજેતા થ્રો પછી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ચોપરાની આ પ્રથમ આઉટિંગ હતી. નીરજ ચોપરાએ પોતાનોજ રેકોર્ડ તોડીને નવો કિર્તિમાન સ્થાપિત કર્યો(Neeraj Chopra after breaking national record) છે.

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પોતાનો જ રેકોર્ડ તોડીને નવો કિર્તિમાન સ્થાપ્યો

author img

By

Published : Jun 15, 2022, 3:30 PM IST

નવી દિલ્હી : ભારતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો(Neeraj Chopra after breaking national record) છે. ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં 89.30 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો(Neeraj Chopra performance) છે. નીરજ ચોપરાએ પોતાના અગાઉના 88.07 મીટરના રાષ્ટ્રીય રેકોર્ડને તોડીને એક નવોજ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

  • Golden Great @Neeraj_chopra1 does it again !

    • Neeraj Chopra threw 89.30 metres at Paavo Nurmi Games to create a new National Record !

    Absolutely THRILLED 😎

    You’ve got to see his throw ! pic.twitter.com/wwKYLj9KU3

    — Anurag Thakur (@ianuragthakur) June 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો - Niraj Chopra in Ahmedabad: ટોક્યો ઓલમ્પિક્સના ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાએ અમદાવાદના બાળકોને આ સલાહ આપી

પોતાના જ જૂના રેકોર્ડને તોડ્યો - ગ્રેનાડાનો વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ 86.60 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. દસ મહિના પછી ચોપરાની પ્રથમ સ્પર્ધાત્મક ઇવેન્ટ એક ઐતિહાસિક ક્ષણ બની હતી. રમતવીર લગભગ 90 મીટરના આંકને સ્પર્શી ગયો હતો. જે ભાલા ફેંકની દુનિયામાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે. 86.92 મીટરના પ્રારંભિક થ્રો સાથે, ચોપરાનો આગામી થ્રો 89.30 મીટરનો વિશાળ હતો. જો કે તેના પછીના ત્રણ પ્રયાસો ફાઉલ હતા, તે છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 85.85 મીટરના બે થ્રો સાથે આવ્યો હતો. ચોપરાનો 89.30 મીટર જેવલિન થ્રો તેને વર્લ્ડ સીઝન લીડર્સની યાદીમાં પાંચમા સ્થાને લઈ ગયો છે.

આ પણ વાંચો - ખબર ન હતી કે તે ગોલ્ડ હશે, અકલ્પનીય લાગે છે: નીરજ ચોપરા

વીડિયો કરાયો સેર - રમતગમતના કેન્દ્રીય પ્રધાને ભાલા ફેંકનારને અભિનંદન પાઠવ્યા હતા અને ફિનલેન્ડમાં તેના ઐતિહાસિક ફેંકનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો. પાવો નુર્મી ગેમ્સ, વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂરમાં ગોલ્ડ ઈવેન્ટ, ડાયમંડ લીગની બહારની સૌથી મોટી ટ્રેક-એન્ડ-ફીલ્ડ સ્પર્ધાઓમાંની એક છે. ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં ઇતિહાસ લખ્યા પછી, નીરજ ચોપરા હવે પછી ડાયમંડ લીગના સ્ટોકહોમ લેગ માટે સ્વીડન જતા પહેલા ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં ભાગ લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.