- કેન્દ્ર સરકારની જાહેરાત બાદ પેટ્રોલ- ડીઝલની કિંમતમાં ઘટાડો
- 12 કોંગ્રેસ શાસિત રાજ્યોને છોડીને, કેન્દ્રશાસિત 23 રાજ્યોએ કર્યો ઘટાડો
- કોંગ્રેસ શાસિત રાજ્યોમાં હજુ પણ જોવાઈ રહી છે રાહ
નવી દિલ્હી: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા શેર કરાયેલા ડેટા તાજેતરમાં 12 કોંગ્રેસ શાસિત રાજ્યોને છોડીને, કેન્દ્રશાસિત 23 રાજ્યોએ તાજેતરમાં પૂર્ણ થયેલી પેટાચૂંટણીમાં ચૂંટણી પરાજય બાદ શુક્રવારે સાંજ સુધી પેટ્રોલ અને ડીઝલ (petrol diesel price) પરના તેમના કર અને વસૂલાતમાં ઘટાડો કર્યો છે.
![NDA શાસિત રાજ્યોમાં પેટ્રો પ્રોડક્ટ્સ પર ટેક્સ કાપ, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં હજુ પણ જોવાઈ રહી છે રાહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13556045_953_13556045_1636133092925.png)
3 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કિંમતોમાં મહત્તમ ઘટાડો કર્યો
જે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પેટ્રોલ અને ડીઝલ (petrol diesel price) પર વેટમાં ઘટાડો કર્યો નથી તેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી, મેઘાલય અને આંદામાન અને નિકોબારનો સમાવેશ થાય છે. કેન્દ્રના એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાના નિર્ણય બાદ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડનારા 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લદ્દાખ (રૂપિયા 13.43 પ્રતિ લીટર), કર્ણાટક (રૂપિયા 13.35 પ્રતિ લીટર) અને પુડુચેરી (12.85) માં પેટ્રોલના ભાવ ઘટ્યા છે. ત્યારે ડીઝલની કિંમતોના કિસ્સામાં આ 3 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કિંમતોમાં મહત્તમ ઘટાડો કર્યો છે.
મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે હાર માટે મોંઘવારીને જવાબદાર ગણાવી
કેન્દ્રીય અને રાજ્ય સ્તરે ટેક્સ અને ડ્યૂટીમાં ઘટાડો કર્યા પછી લદ્દાખમાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 19.61નો ઘટાડો થયો છે. જે બાદ કર્ણાટક (19.49 રૂપિયા પ્રતિ લિટર) અને પુડુચેરીમાં રૂપિયા 19.08 પ્રતિ લિટરનો ઘટાડો થયો છે, જેનાથી ડીઝલના ભાવમાં ગ્રાહકોને થોડી રાહત મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણીમાં ચૂંટણી હાર બાદ કેન્દ્રએ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 5 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને ડીઝલ પર રૂપિયા 10નો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. હિમાચલ પ્રદેશમાં સત્તારૂઢ ભાજપ સરકારે ત્રણેય વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક ગુમાવી છે. મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે હાર માટે મોંઘવારીને જવાબદાર ગણાવી હતી.
આ પણ વાંચો: ભારતીય નૌકાદળ દ્વારા 12 દેશો સાથે મેરીટાઇમ કોન્ફરન્સ યોજાશે, GMC-21ની થીમ પર થશે કાર્યક્રમ
વિપક્ષે પેટ્રોલ અને ડીઝલના રેકોર્ડ ઉંચા ભાવને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
અર્થશાસ્ત્રીઓ (Economists) અને રિઝર્વ બેન્કે (Reserve Bank) પણ ચિંતા વ્યક્ત કરી છે કે, પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવ (petrol diesel price) સામાન્ય ફુગાવાને વેગ આપે છે. ત્યારે વિપક્ષે પેટ્રોલ અને ડીઝલના રેકોર્ડ ઉંચા ભાવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં કેન્દ્રએ પેટાચૂંટણીના પરિણામો પહેલા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો ઈન્કાર કરી દીધો હતો.
આ પણ વાંચો: દેશની આઝાદીમાં ઓરિસ્સાના આદિવાસી લોકોનો મહત્વનો ફાળો, ઇતિહાસના પાનામાંથી અનેકના નામ ગાયબ
ઓડિશાએ પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 4 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી
પેટ્રોલ અને ડીઝલ પર (petrol diesel price) ના વેટમાં ઘટાડો કરનારા 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત ઓડિશા અને મેઘાલયે પણ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો છે. જ્યારે મેઘાલય સરકારે પેટ્રોલ પરનો વેટ 20 ટકાથી ઘટાડીને 13.5 ટકા અને ડીઝલ પર 12 ટકાથી ઘટાડીને 5 ટકા પ્રતિ લિટર કર્યો છે. ઓડિશાએ પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 4 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.