- છત્તીશગઢમાં 22 જવાનો શહિદ થયાની જાણકારી
- છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે અથડામણ
- 17 જવાનોના મૃતદેહ મળી આવ્યા
ન્યુઝ ડેસ્ક : શનિવારે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમાં જિલ્લાની સીમા પર થયેલી અથડામણમાં 22 જવાનો શહિદ થવાની જાણકારી મળી છે. સુરક્ષાબળો દ્વારા ખોવાલેયા 17 સૈનિકોના મૃતદેહ મળ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષા બળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણની ઘટના વધી રહી છે. હાલમાં જ નારાયણપૂર જિલ્લામાં નક્સલિયો દ્વારા બારુદિ સુરંગમા વિસ્ફોટ કરી સુરક્ષાબળોની એક બસ પર હુમલો કરવામાં આવ્યો હતો.
22 જવાનો લાપત્તા
રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે સુકમાં જિલ્લાના જગરગુંડા સ્ટેશન હેઠળના જોનાગુડા ગામની પાસે સુરક્ષાબળો અને નક્સલિયો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 5 જવાન શહીદ અને 30 અન્ય જવાન ઈજાગ્રસ્ત થવાની જાણકારી મળી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શહિદ જવાનો માંથી બે જવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્રણ અન્ય જવાનોના મૃતદેહને શિવિરમાં નહીં લઈ જઈ શક્યા. ત્યારે આ ઘટના સમયે 18 અન્ય જવાનોના લાપત્તા હોવાની જાણકારી મળી આવી હતી.
આ પણ વાંચો : નક્સલીઓએ બિછાવેલી મોતની સુરંગને સુરક્ષાદળોએ નિષ્ક્રિય કરી
સુરક્ષાબળોનું સયુક્ત ઓપરેશન
પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે લાપતા જવાનોની શોધમાં આજે સુરક્ષા બળોને રવાના કરવામાં આવ્યા છે. સુરક્ષાબળોએ શનિવારે ત્રણ જવાનોના મૃતદેહ અને 17 અન્ય જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. રાજ્યના નક્સલ વિરોધ અભિયાનના ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ ઓપી પાલએ શનિવારે જણાવ્યું હતું કે શુક્રવારની રાત બીજાપુર અને સુકમા જિલ્લાથી કેન્દ્રીય રિજર્વ પોલીસ બળની કોબરા બટાલિયન, DRG અને STFના સંયુક્ત દળને નક્સલ વિરોધી અભિયાન માટે રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર બપોરે લગભગ 12 વાગ્યે બીજાપુર-સુકમા જિલ્લાની સીમા પર જગરગુંડા પોલીસ સ્ટેશનના હેઠળ જોનાગુડાં ગામની નજીક નક્સલીઓની PLGA બટાલિયન અને તર્રેમના સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી.
આ પણ વાંચો : છત્તીસગઢમાં નક્સલવાદીઓએ 9 વાહનો ફુંક્યા
અથડામણ ત્રણ કલાક કરતા વધારે ચાલી
પાલે અથડામણ દરમિયાન કોબરા બટાલિયનના એક જવાન, બસ્તારિયા જવાનના બે જવાન અને DRGના બે જવાન એમ કુલ 5 જવાનો શહિદ થયાની જાણકારી આપી હતી. તેમણે કેટલાક જવાનોના લાપત્તા હોવાની જાણકારી પણ આપી.પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં 30 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત 7 જવાનો રાયપુરના હોસ્પિટલમાં અને 23 જવાનો બીજાપુરમા હોસ્પિટલમાં ઈલાજ માટે ભર્તી કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે સુરક્ષાબળોઅ ઘટના સ્થળેથી એક નક્સલી મહિલાનો મૃતદેહ પર મળ્યો છે. અથડામણમાં નક્સલિઓનું મોટા પ્રમાણમાં નુક્શાન થયું છે.