- ક્રુઝ પાર્ટીમાંથી પકડાયેલા ડ્રગ્સનો મામલો
- મહારાષ્ટ્રના અલ્પસંખ્યક મામલાના પ્રધાન નવાબ મલિકે કર્યો બફાટ
- ક્રુઝમાં કોઈ પણ નશીલા પદાર્થ મળ્યા નથીઃ નવાબ મલિક
ન્યૂઝ ડેસ્કઃ CBએ તાજેતરમાં જ ક્રુઝ પાર્ટીમાંથી અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત 8 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આ મામલે મહારાષ્ટ્રના અલ્પસંખ્યક મામલાના પ્રધાન નવાબ મલિકે બફાટ કર્યો છે. આ સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, આ દરોડા ફક્ત નાટક હતું. તે પાર્ટીમાં કોઈ નશીલા પદાર્થ નથી મળ્યા. તેમણે કેટલાક વીડિયો પર શેર કર્યા છે, જેના વિશે બતાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો દરોડા સંબંધિત છે. આ પ્રધાને કહ્યું હતું કે, એક વીડિયોમાં આર્યન ખાનની સાથે ચાલી રહેલો વ્યક્તિ NCBનો અધિકારી નથી અને તેની સોશિયલ મીડિયા પ્રોફાઈલ અનુસાર, તે કુઆલાલમ્પુરમાં રહેનારો એક ખાનગી જાસુસ છે.
આ પણ વાંચોઃ Mumbai Cruise Drugs Case: આર્યન ખાન અને અન્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે NCB
આરોપીઓને લઈ જતા 2 વ્યક્તિ NCBના અધિકારી નહતાઃ મલિક
પ્રધાન નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે, આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં 2 વ્યક્તિ આ મામલામાં ધરપકડ કરાયેલા અરબાસ મર્ચન્ટને લઈ જતા જોવા મળી રહ્યા છે. આમાંથી એક ભાજપનો સભ્ય છે. તેમણે કહ્યું હતું કે, જો આ બંને NCBના અધિકારી નથી તો તેઓ હાઈ-પ્રોફાઈલ લોકો (આર્યન અને મર્ચન્ટ)ને કેમ લઈ જઈ રહ્યા હતા. મલિકે દાવો કર્યો હતો કે, મર્ચન્ટની સાથે જોવા મળતો વ્યક્તિ 21થી 22 સપ્ટેમ્બરે ગુજરાતમાં હતો અને તેનો સંબંધ મુન્દ્રા પોર્ટથી 3,000 કિલો હેરોઈનની જપ્તીના મામલા સાથે જોડવામાં આવી શકે છે. તેમણે ભાજપથી આ વ્યક્તિની ઓળખ ઉજાગર કરવા કહ્યું હતું.
આ પણ વાંચોઃ Aryan Khan Drug Case : મુંબઈની ટીમને ગુજરાત NCB કરશે 'મદદ'
ભાજપ બોલિવુડને બદનામ કરવા NCBનો ઉપયોગ કરે છેઃ મલિક
આ સિવાય નવાબ મલિકે કહ્યું હતું કે, ભાજપ NCBનો ઉપયોગ લોકો, મહારાષ્ટ્ર સરકાર અને બોલિવુડને બદનામ કરવા માટે કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, NCB તેવા લોકોને નિશાન બનાવી રહી છે જે ભગવા દળની વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, મલિકના જમાઈ સમીર ખાનની નશીલા પદાર્થોના એક કથિત મામલામાં 13 જાન્યુઆરી 2021ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી.