ETV Bharat / bharat

નવજોત સિંહ સિદ્ધૂએ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, સોનિયા ગાંધીને લખ્યો પત્ર

એકતરફ પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ આજે ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે. ત્યારે, આજે મંગળવારે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. તેમણે સોનિયા ગાંધીને પત્ર લખીને પોતાનું રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ટ્વિટર પર આ અંગે માહિતી આપી હતી.

Sidhu resigns
નવજોત સિંહ સિદ્ધૂએ અધ્યપક્ષે પદેથી આપ્યું રાજીનામું
author img

By

Published : Sep 28, 2021, 4:17 PM IST

Updated : Sep 28, 2021, 4:53 PM IST

  • નવજોત સિંહ સિદ્ધૂનું કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું
  • સોનિયા ગાંધીને રાજીનામું આપીને કર્યું ટ્વિટ
  • પક્ષ સાથે જોડાઈને રહેશે તેવી આપી બાંહેધરી

ચંડીગઢ: પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂએ રાજીનામું આપી દીધું છે. પંજાબ કોંગ્રેસમાં લાંબી ખેંચતાણ બાદ કેપ્ટન અમરિંદર સિંહે 18 સપ્ટેમ્બરના રોજ પોતાની કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું હતું. જ્યારબાદ કોંગ્રેસના હાઈ કમાન્ડ દ્વારા ચરણજીત ચન્નીને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શાંત પડેલી ખેંચતાણ વચ્ચે સિદ્ધૂએ આજે મંગળવારે રાજીનામું આપી દેતા ચકચાર મચી જવા પામી છે.

કેપ્ટન અમરિંદર સિંહ જે.પી. નડ્ડા અને અમિત શાહને મળશે

પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલને લઈને ચર્ચામાં છે. ત્યારે નવીનતમ ઘટનાઓને લઇને તે આજે દિલ્હી જવા રવાના થશે. આ દરમિયાન તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાને મળે તેલી સંભાના છે. મહત્વનું છે કે, પંજાબ કોંગ્રેસમાં લાંબી લડત બાદ અમરિંદર સિંહે 18 સપ્ટેમ્બરના રોજ સમગ્ર કેબિનેટ સાથે રાજીનામું આપ્યું હતું. મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું હતું કે, તેમનું અપમાન થઈ રહ્યા છે જેથી તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો હતો.

રાજીનામું આપ્યા બાદથી કેપ્ટન કોંગ્રેસ પર કરી રહ્યા છે પ્રહારો

રાજીનામું આપ્યું ત્યારથી કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે. જો કે, તે હજુ સ્પષ્ટ નથી કે તેઓ આગામી દિવસોમાં કોંગ્રેસ સાથે રહેશે કે અન્ય પક્ષમાં જોડાશે. એવી અટકળો ચાલી રહી છે કે કેપ્ટન અમરિંદર સિંહ કાં તો ભાજપમાં જોડાઈ શકે છે અથવા આગામી વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી શકે છે.

Last Updated : Sep 28, 2021, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.