- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ખેલાડીઓને અપાશે એવોર્ડ
- 2 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરાઈ હતી
- નીરજ ચોપરા સહિતનાઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અપાશે
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં એક ખાસ આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2021 (National Sports Awards 2021) આપવામાં આવશે. યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા 2 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.
રમતગમતમાં શ્રેષ્ઠ ખેલાડીઓને પુરસ્કાર
રમતગમતમાં શ્રેષ્ઠને ઓળખવા અને પુરસ્કાર આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય રમત પુરસ્કાર આપવામાં આવે છે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ નીરજ ચોપરા (Neeraj Chopra) (એથ્લેટિક્સ), રવિ કુમાર (કુસ્તી), લવલીના બોર્ગોહેન (બોક્સિંગ), શ્રીજેશ પીઆર (હોકી), અવની લેખા (પેરા શૂટિંગ), સુમિત એન્ટિલ (પેરા-એથ્લેટિક્સ) સહિત 12 ખેલાડીઓને આપવામાં આવશે. આ યાદીમાં પ્રમોદ ભગત પેરા બેડમિન્ટન, કે કૃષ્ણા પેરા બેડમિન્ટન, મનીષ નરવાલ પેરા શૂટિંગ, મિતાલી રાજ ક્રિકેટ, સુનીલ છેત્રી ફૂટબોલ, મનપ્રીત સિંહ હોકીનો પણ સમાવેશ થાય છે.
પુરૂષ ટીમ અને મહિલા ટીમને અર્જુન પુરસ્કાર
ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનારી તમામ પુરૂષ હોકી ઈન્ડિયા ટીમને પીઆર શ્રીજેશ અને મનપ્રીત સિંહ સિવાય અર્જુન એવોર્ડ (Arjuna Award 2021) આપવામાં આવ્યો છે. અરપિન્દર સિંહ, સિમરનજીત કૌર, શિખર ધવન, ભવાની દેવી, મોનિકા, વંદના કટારિયા, સંદીપ નરવાલ, હિમાની ઉત્તમ પરબ, અભિષેક વર્મા, અંકિતા રૈના, દીપક પુનિયા, દિલપ્રીત સિંહ, હરમન પ્રીત સિંહ અર્જુન પુરસ્કાર વિજેતાઓની સંપૂર્ણ યાદીમાં છે.
દ્રોણાચાર્ય અને મૌલાના અબુલ કલામ એવોર્ડ
લાઈફ ટાઈમ કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડ (Dronacharya Award) ટી.પી.ઓસેફ, સરકાર તલવાર, સરપાલ સિંહ, આશા કુમાર અને તપન કુમાર પાણિગ્રહીને આપવામાં આવશે. રેગ્યુલર કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડ રાધાકૃષ્ણન નાયર પી, સંધ્યા ગુરુંગ, પ્રીતમ સિવાચ, જય પ્રકાશ નૌટીયાલ અને સુબ્રમણ્યમ રમણને આપવામાં આવશે. લેખ કેસી, અભિજિત કુંટે, દવિન્દર સિંહ ગરચા, વિકાસ કુમાર અને સજ્જન સિંહને લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે ધ્યાનચંદ એવોર્ડ મળ્યો. પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ)ને 2021 માટે મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી મળશે.
આ પણ વાંચો: