ETV Bharat / bharat

#JeeneDo: ગુના થયા પછી જ કેમ સમાજ અને પ્રસાશન જાગે છે?

દિલ્હીના નાંગલમાં 9 વર્ષની દિકરી સાથે થયેલા દુષ્કર્મના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા છે અને ન્યાયની માગ કરી કરી રહ્યા છે. રાજનૈતિક હસ્તિઓ પિડીત પરીવારને ન્યાય આપવાના આશ્વાસન આપી રહ્યા છે. બાળકોની શિક્ષા અને તેના સાથે સંકળાયેલા મૃદ્દાઓ પર કામ કરતી સંસ્થા ગુંજન ફાઉન્ડેશનના સ્થાપક સુષમા સિંઘવીએ આ બાબતે ETV Bharat સાથે વાતચીત કરી હતી.

#JeeneDo: ગુના થયા પછી જ કેમ સમાજ અને પ્રસાશન જાગે છે?
#JeeneDo: ગુના થયા પછી જ કેમ સમાજ અને પ્રસાશન જાગે છે?
author img

By

Published : Aug 5, 2021, 5:25 PM IST

  • દિલ્હીમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
  • લોકો કરી રહ્યા છે ન્યાયની માગ
  • આવા કેસમાં સરકારે કરવી જોઈએ ઝડપથી કાર્યવાહી

દિલ્હી: નાંગલ વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મને લઈને લોકો ન્યાયની માગ કરી રહ્યા છે. માસુમને ન્યાય અપાવવા માટે ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે. નેતાઓ અને VIP લોકો પીડિત પરીવારને મળી રહ્યા છે. કેસની સખ્તાઈ સાથે તપાસ અને પરિવારને ન્યાય આપવાના આશ્વાસન આપવામાં આવી રહ્યા છે. આવામાં સવાલ એ છે કે, જ્યારે આ પ્રકાની ઘટનાઓ બની જાય છે, ત્યારે જ સમાજ કેમ જાગે છે.

#JeeneDo: ગુના થયા પછી જ કેમ સમાજ અને પ્રસાશન જાગે છે?

સમાજમાં દુષ્કર્મ જેવી ઘટના સતત વધી રહી છે

બાળકો અને તેમની સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કરતી ગુંજન ફાઉન્ડેશનની સ્થાપક સુષમા સિંઘવીએ આ બાબતે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમાજમાં દુષ્કર્મ જેવી ઘટના સતત વધી રહી છે. એવામાં આ ઘટનાઓને લઈને વિચારવાની જરૂર છે. સરકારે આવી ઘટનાઓને લઈને ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ. સરકારે આવા ગુનેગારોને જલ્દી સજા આપવી જોઈએ.

આ પણ વાંચો : મદિરા અને તેના પાછળની માન્યતા, જાણો મદિરાપાનની વિવિધ અવસ્થાઓ અને લક્ષણો...

દુષ્કર્મ જેવા કેસોમાં કાર્યવાહીમાં કાનૂન છૂટછાટ આપે છે

આવા કેસમાં સમગ્ર સમાજે સાથે ચાલવું જોઈએ. દુષ્કર્મ જેવા કેસોમાં કાર્યવાહીમાં કાનૂન છૂટછાટ આપે છે. જો દુષ્કર્મનો આરોપી 18 વર્ષની વયથી નીચેનો છે, તો આપણે તેને જુવેનાઈલ કહીએ છે પણ તે આવા ભંયકર ગુના કરે છે. આવા ગુનાઓમાં સમાજે એક સાથે આવાની જરૂર છે. નિર્ભયા ગેંગરેપ જેવો કેસ સામે આવ્યા હતો, ત્યારે સમાજે એક સાથે અવાજ ઉઠાવ્યો હતો. તે કેસ બાદ આપણને લાગ્યું હતું કે, સમાજમાં આવી ઘટના ફરીવાર નહીં બને, ગુનેગારોને ફાંસી પણ આપવામાં આવી. જેના કારણે સમાજમાં એવો સંદેશો ગયો કે, ગુનેગારો આવા અપરાધ કરતા ડરશે. પણ અપરાધીઓમાં કોઈ ડર નથી અને ગુનેગાર ખુલ્લેઆમ આવા ગુના આચરી રહ્યા છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020: હોકી ટીમની જીત પર જશ્ન, PM મે કહ્યું -આ નવું ભારત છે

મહિલાઓને દોષી માનવામાં આવે છે

સુષમા સિંઘવીએ કહ્યું કે, બળાત્કાર જેવી ઘટનાઓ માટે કેટલીય વાર મહિલાઓને દોષી માનવામાં આવે છે. તેના કપડા અને જીવનશૈલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, પણ નાની-નાની દિકરીઓનો શું પોશાક હોય ? હેવાનો ક્યા કારણોસર નાની બાળકીઓને શિકાર બનાવતા હોય છે? આવા અપરાધો થાય છે, ત્યારે જ સરકાર જાગે છે. પીડિત પરીવારને વળતરની રકમ આપી દેવામાં આવે છે, પણ આ સમસ્યાનું સમાધાન નથી અને આનાથી અપરાધ પણ ઓછા નહીં થાય. આવા કેસમાં સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ.

બાળકોને મળતી નથી પાયાની સુવિધા

આપણા વચ્ચે એવા કેટલાય બાળકો છે, જે શિક્ષણ અને રોજની જરૂરીયાતો માટે વલખા મારે છે. તેમના માતા-પિતા પાસે બાળકોના ભરણપોષણ માટે ઉપયુક્ત સાધન નથી હોતા, ત્યારે સમાજ અને પ્રશાસન નથી જાગતું. ગુનો થયા બાદ સમાજ સાથે-સાથે રાજનૈતિક કોરીડોર અને પ્રશાસન દ્વારા પિડીતોને સહાયતા અને આશ્વાસન આપવામાં આવે છે, તે ઘણું અફસોસજનક છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.