- મુંબઈ પોલીસને મળ્યો એક ફેક કોલ
- અમિતાભ બચ્ચનના બંગલામાં બોમ્બ મૂક્યાનો કોલ
- પોલીસ તંત્ર એલર્ટ પર
મુંબઈ: મયાનગરી મુંબઈના ત્રણ પ્રમુખ રેલવે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલામાં બોમ્બ મૂક્યાની સૂચના મળ્યા બાદ આ સ્થળોએ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પોલીસને આ સ્થળોએ બોમ્બ છે તેવો એક કોલ આવ્યો હતો, જેના બાદ આ જગ્યાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. એક અધિકારી જણાવ્યું હતું કે, હજી સુધી કોઈ એવો શંકાશીલ વ્યક્તિ નથી મળ્યો.
આ પણ વાંચો : ખેલ રત્ન એવોર્ડ મુદ્દે રાજકારણ ગરમ, વિપક્ષોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવા કરી માંગ
પોલીસ એલર્ટ
મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમને શુક્રવારે રાત્રે એક કોલ આવ્યો હતો જેમાં કોલરે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલામાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. કોલ મળ્યા બાદ સરકારી રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ આ સ્થળોએ પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આ સ્થળોએ કંઇ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.