ETV Bharat / bharat

ગંજબાસૌદા દુર્ઘટના: બચાવ કામગીરીમાં બાળક સહિત 11 મૃતદેહ મળ્યા, સરકારે કરી સહાયની જાહેરાત

મધ્યપ્રદેશના ગંજનાબાસૌદામાં કૂવા પડી ગયા બાદ શરૂ કરાયેલી બચાવ કામગીરી 30 કલાક બાદ સમાપ્ત થઈ ગઈ છે. કુવામાંના કાટમાળ નીચે દબાયેલા તમામ 11 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારાના પરિવાજનોને 5-5 લાખ અને વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

ગંજબાસૌદા દુર્ઘટના: બચાવ કામગીરીમાં બાળક સહિત 11 મૃતદેહ મળ્યા, સરકારે કરી સહાયની જાહેરાત
ગંજબાસૌદા દુર્ઘટના: બચાવ કામગીરીમાં બાળક સહિત 11 મૃતદેહ મળ્યા, સરકારે કરી સહાયની જાહેરાત
author img

By

Published : Jul 17, 2021, 10:58 AM IST

  • મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં બની દુર્ઘટના
  • દુર્ઘટનામાં કિશોરને બચાવવા ગયેલા 11 લોકોના મોત
  • રાજ્ય સરકારે મૃતકના પરિજનોને 5-5 લાખની સહાય
  • વડાપ્રધાને મૃતકના પરિજનોને 2-2 લાખની સહાય

ભોપાલ / વિદિશા: ગંજબાસૌદામાં અકસ્માત થયા બાદ હવે 30 કલાક બાદ બચાવ કાર્ય પૂરું થઈ ગયું છે. કુવાની અંદરથી બાળકના મૃતદેહ સહિત 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ગુરુવારે જ 19 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા મૃતકના સગાઓના આગળના 5-5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાંથી કેટલાક મૃતકોના પરિવારજનોને ચેક પણ સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે.

વડાપ્રધાન રાહત ફંડમાંથી 2-2 લાખની સહાય

આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શોક સંદેશમાં કહ્યું છે કે, વિદિશામાં થયેલી દુ: ખદ દુર્ઘટનાથી શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે.

મૃતકોના પરિવારજનોને તમામ શક્ય સહાયની ખાતરી

રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આ કેસમાં મૃતકના સગાઓને 5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાનની સૂચનાથી તાત્કાલિક સહાયતાના ચેક પણ મૃતકોના સગા લોકોને સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન વિદિશા જિલ્લાના પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગ અને રાજ્યના પરિવહન પ્રધાન ગોવિંદસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. રાજય સરકારના પ્રધાનો, જેઓ મૃતકોના સબંધીઓને મળવા આવ્યા હતા, તેઓએ તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

ધીમી ગતિએ થઈ બચાવ કામગીરી

કૂવામાં ઓછી પહોળાઈ અને કૂવામાં ઉંચા પાણીના સ્તરને કારણે બચાવ કામગીરી ઘણી મોડી પડી હતી. કૂવામાંથી પાણી કાઢવા માટે બચાવ ટીમે ઘણી જહેમત ઉઠાવી હતી. આ દરમિયાન જમીનને વારંવાર ધસવાની સમસ્યાઓ પણ બચાવ ટીમની સામે આવી હતી. આ કેસમાં કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં પહેલા કુવામાં પડેલા બાળકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કેવી રીતે બની દુર્ઘટના ?

ગુરુવારે સાંજે રવિ નામનો બાળક ઘરની નજીકના કુવામાં પાણી ભરવા ગયો હતો. રવિના પિતાએ જણાવ્યું કે, તેની માતા બીમાર છે, તેથી તે કૂવામાંથી પાણી લેવા ગયો હતો. પિતા કૂવામાં પહોંચ્યા ત્યારે રવિએ તેને એક ડોલ આપીને ઘરે મોકલી દીધા. આ પછી પિતા ઘરે પહોંચ્યા જ હતા ત્યારે રવિના કુવામાં પડી ગયાનું લોકોએ બુમો પાડવાનું શરૂ કર્યુ હતુ. રવિના પિતા સહિત અનેક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં બની મોટી દૂર્ઘટના, 4 લોકોના મોત

લાંબા સમય સુધી પ્રયાસ કર્યા પછી પણ રવિને બહાર કાઢી શકાયો નહીં. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકઠા થયા હતા. સ્થાનિક વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી, તેથી લોકો રવિને કૂવામાંથી બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન કૂવામાં ઉપર બનાવેલા ગદર પટ્ટાની છત પર મોટી સંખ્યામાં લોકો ચડ્યા હતા. કૂવાની છત આટલા લોકોનું વજન સહન કરી ન શકી હોવાથી કૂવો ધસી પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.