ETV Bharat / bharat

MP News: બાળકોને બચાવવા જતા માતાનો પણ જીવ ગયો, ત્રણેયના મૃતદેહ કુવામાંથી કાઢવામાં આવ્યા

મધ્ય પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાંથી આંખમાં આંસુ લાવી દે એવી ઘટના બની છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં એક માતા કપડાં ધોઈ રહી હતી એ સમયે એના બાળકો રમતા રમતા કુવામાં પડી જતા એને બચાવવા માટે માતાએ પણ કુવામાં કૂદકો માર્યો હતો. પણ આ ઘટનામાં ત્રણેય વ્યક્તિઓ મોત નીપજ્યા છે.

MP News: બાળકોને બચાવવા જતા માતાનો પણ જીવ ગયો, ત્રણેયના મૃતદેહ કુવામાંથી કાઢવામાં આવ્યા
MP News: બાળકોને બચાવવા જતા માતાનો પણ જીવ ગયો, ત્રણેયના મૃતદેહ કુવામાંથી કાઢવામાં આવ્યા
author img

By

Published : May 7, 2023, 2:21 PM IST

છિંદવાડાઃ ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક માતા અને બે સંતાનોના મૃત્યું નીપજ્યા છે. બિચુઆ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પૂર્વ ચૌરસિયાએ જણાવ્યું કે, થોતમલ ગામની રહેવાસી પ્રમિલા પીપલે ગામની નજીક બનાવેલા કૂવામાં કપડા ધોવા માટે જઈ રહી હતી. જ્યારે માતા કૂવા પર જતી ત્યારે 7 વર્ષનો ચંચલેશ અને 5 વર્ષનો ચિરાગ પણ માતાની પાછળ ગયો હતો.

માતાએ કૂદકો માર્યોઃ માતા કૂવા પર પહોંચે તે પહેલા બાળકો ત્યાં પહોંચી ગયા અને પાણીમાં ગરકવા લાગ્યા, બંને બાળકોને પાણીમાં ડૂબતા જોઈ માતાએ પણ બાળકોને બચાવવા પાણીમાં છલાંગ મારી દીધી હતી. માતાનો બાળકોને બચાવવા માટેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. બંને બાળકો સહિત માતાનું મોત થયું હતું. પોલીસની હાજરીમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. રવિવારે પીએમ કરવામાં આવશે.

પોલીસે પંચાનામું કર્યુંઃ પોલીસ ટીમને ગ્રામજનોની મદદથી ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી પોલીસે બંને બાળકો અને માતાના મૃતદેહને બહાર કાઢ્યા હતા.પંચનામા કર્યા બાદ તમામને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, બાળકીઓનું પોસ્ટમોર્ટમ ત્રણેયના મૃતદેહ રવિવારે કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં પાણી પણ પૂરતા પ્રમાણમાં આવતા નથી, જેના કારણે લોકોને કપડાં ધોવા અને અન્ય કામો માટે પાણી માટે અહીં-ત્યાં જવું પડે છે. શનિવારે પણ પ્રમિલા ઘરે જાય છે. ઘરનું કામ કર્યા પછી કપડાં ધોવા માટે આ કૂવા પાસે કપડાં ધોવા માટે આવ્યા હતા. જોકે, આવી ઘટના બનશે એવું કોઈએ વિચાર્યું ન હતું.

અંતિમ સંસ્કાર કરાયાઃ શનિવારે બે બાળકો સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવેલા હતા. પ્રમિલા તેના મામાના ઘરે રહેતી હતી. વાસ્તવમાં પ્રમિલાના લગ્ન અમરવાડા પાસેના એક ગામમાં રહેતા શિવ પીપલ સાથે થયા હતા, પરંતુ થોડા વર્ષોથી પ્રમિલા તેના પતિ અને વહુ સાથે તેના મામાના ઘરે રહેવા લાગી હતી. અહીંથી જ તેના પતિ અને વહુ કામ કરતા હતા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.