રેવા(પંજાબ): ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવનાર (Guinness Book of World Records) શેફ લતા ટંડને તેના પતિ મોહિત ટંડન વિરુદ્ધ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Lata Tandon a victim of domestic violence) નોંધાવી છે. તેને આરોપ છે કે, તેના પતિના અન્ય મહિલા સાથે ગેરકાયદેસર સંબંધો છે, તે તેના પર છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યો છે, જેના કારણે તે તેને હેરાન કરે છે જેથી તેણે પોલીસ પાસે પતિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો: Ramp walk By Raghav Chadha: સાસંદ બન્યા લેક્મે ફેશન વીકમાં શોસ્ટોપર, જૂઓ વીડિયો
પતિ પર ગંભીર આરોપ: શેફ લતા ટંડને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તે તેના પતિ મોહિત ટંડનના ઘરે ગઈ હતી, પરંતુ ગંદા અને અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરીને તેનું અપમાન કર્યું હતું અને તેને ઘરની બહાર કાઢી મુકી હતી. તેણે જણાવ્યું કે, તેના પતિના 4 મહિનાથી પરિણીત મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ છે. જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે પરિવારના બધાએ મળીને મોહિતને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કોઈની વાત ન માની અને તેને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: oscar awards 2022: ઓસ્કારમાં લડાઈ, આ કારણે વિલ સ્મિથે હોસ્ટને માર્યો મુક્કો
કુકિંગ મેરેથોનમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો: સેફ લતા ટંડનને વિશ્વના એવા શેફ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા જેમણે સૌથી વધુ સમય સુધી સતત ભોજન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 2 વર્ષ પહેલા સતત 85 કલાક ભોજન બનાવીને તેમને આ સિદ્ધિ મેળવી હતી. સૌથી લાંબી કુકિંગ મેરેથોન રીવામાં યોજાઈ હતી અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સની ટીમ આ કુકિંગ મેરેથોનની ચકાસણી કરવા માટે રીવા આવી હતી. સેફ લતા ટંડનને એક જ સમયે બંને તરફથી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.