ETV Bharat / bharat

MP News: સિહોરમાં બોરવેલમાં 100 ફૂટ નીચે ફસાયેલી સૃષ્ટિનું 34 કલાકથી રેસ્કયુ ઓપરેશન યથાવત, દિલ્હીની રોબોટિક ટીમ પણ જોડાઈ - चट्टानों के कारण रेस्क्यू में दिक्कत

મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના મુંગાવલી ગામમાં અઢી વર્ષની સૃષ્ટિને બચાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે. છોકરીને બોરવેલમાં પડ્યાને 34 કલાકથી વધુ સમય થઈ ગયો છે. ઘણી ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ ગઈ છે. હવે દિલ્હીની રોબોટિક રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. રાજસ્થાનના જોધપુરથી પણ રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી છે.

MP News:
MP News:
author img

By

Published : Jun 8, 2023, 4:35 PM IST

મધ્યપ્રદેશ: સિહોર જિલ્લાના મુંગાવલી ગામમાં બોરહોલમાં પડી ગયેલી સૃષ્ટિ કુશવાહાને લઈને જિલ્લા પ્રશાસનનું બચાવ કાર્ય બુધવારે સવારથી ચાલી રહ્યું છે. માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસન અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કામ શરૂ કર્યું. આ બોરવેલ 300 ફૂટ ઊંડો હોવાનું કહેવાય છે. આ બાળકી પહેલા બોરવેલમાં લગભગ 50 ફૂટ નીચે ફસાઈ હતી. આ દરમિયાન તેમને પાઈપ દ્વારા ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. વહીવટીતંત્રે જેસીબી દ્વારા બોરવેલ ખોદ્યો હતો. જ્યાંથી સુરંગ બનાવીને બાળકી સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનથી પણ સ્પેશિયલ ટીમ બોલાવાઈઃ રેસ્ક્યૂ ટીમને સફળતા ન મળતા હવે દિલ્હી અને રાજસ્થાનથી ખાસ ટીમો બોલાવવામાં આવી છે. આ મામલે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનું કહેવું છે કે આ કામ વધુ મુશ્કેલ બની રહ્યું છે કારણ કે ખોદકામ દરમિયાન બાળકી બોરવેલમાંથી વધુ નીચે સરકી ગઈ હતી અને લગભગ 100 ફૂટની ઊંડાઈમાં ફસાઈ ગઈ હતી. 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલી બાળકીને હૂકની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. આ પછી બચાવ અભિયાનમાં સેનાને પણ સામેલ કરવામાં આવી હતી. હવે બાળકીને બહાર કાઢવા માટે રોબોટિક મશીનની પણ મદદ લેવામાં આવી રહી છે.

ખડકોને કારણે બચાવમાં મુશ્કેલીઃ સિહોર જિલ્લા પંચાયતના સીઈઓ આશિષ તિવારીએ જણાવ્યું કે 3 સભ્યોની ટીમ રોબોટ સાથે સિહોર પહોંચી છે. આ ટીમ દિલ્હીથી રાતોરાત ડ્રાઇવ કરીને રોડ માર્ગે સિહોર પહોંચી હતી. થોડા દિવસો પહેલા આ ટીમે જામનગરમાં આવા જ એક કેસમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સફળતા મળી હતી. તે જ સમયે, રાજસ્થાનના જોધપુરથી અન્ય નિષ્ણાત ટીમને બોલાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં માત્ર 35 ફૂટ સમાંતર બોરનું ખોદકામ થયું છે. ખડકોના કારણે ખોદકામમાં સમસ્યા સર્જાઈ રહી છે.

  1. MP News : સિહોરમાં અઢી વર્ષની બાળકી બોરવેલમાં પડી, NDRF સહિતની બચાવ ટીમ દ્વારા રેસ્કયુ ઓપરેશન યથાવત
  2. નવસારીઃ સરકારી બોરવેલમાં પડી જતા 6 વર્ષના બાળકનું મોત, તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.