- 24 કલાકમાં 20 હજારથી વધુ નવા કોરોનાના કેસ નોંધાયા છે
- સક્રિય કોરોના દર્દીઓનું પ્રમાણ પણ ઘટ્યું છે
- પાછલા દિવસના 79,780ની તુલનામાં આજે 71,997 પરીક્ષણો થયા છે
ન્યુ દિલ્હી: કોરોનાના કહેરના કારણે દિલ્હીની સ્થિતિ સતત ગંભીર થઇ રહી છે. જો કે, ભૂતકાળની તુલનામાં કોરોનાના સંક્રમણનો દર, નવા કેસ અને કોરોનાથી મૃત્યુના દરમાં ઘટાડો થયો છે. પરંતુ સતત બીજા દિવસે કોરોનાથી 400થી વધુ લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ નવા કોરોનાના કેસ નોંધાયા છે. સંક્રમણનો દર સોમવારે 28.33 ટકા થઇ ગયો છે, જે લોકડાઉન શરૂ થયા પછી અત્યાર સુધીનો સૌથી ઓછો છે. સક્રિય કોરોના દર્દીઓનું પ્રમાણ પણ ઘટ્યું છે, આજે 7.72 ટકા છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં એક કલાકમાં 14થી વધુના કોરોનાથી મોત, 23,331 નવા કેસ નોંધાયા
આજે સામે આવ્યા 20,394 નવા કેસ
કોરોનાની રિકવરીની વાત કરીએ તો, આ દર પાછલા દિવસના પ્રમાણમાં 90.35 ટકાથી વધીને આજે 90.85 ટકા થયો છે. પાછલા દિવસની તુલનામાં પરીક્ષણ ડેટામાં ઘટાડો થયો છે. પાછલા દિવસના 79,780ની તુલનામાં આજે 71,997 પરીક્ષણો થયા છે અને 20,394 નવા કેસ નોંધાયા છે. આજના વધારા પછી, દિલ્હીમાં કોરોના કેસના કુલ આંકડો વધીને 11,94,946 પર પહોંચી ગયા છે. મૃત્યુના કેસો વિશે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 407 દર્દીઓના મોત નિપજ્યાં છે. પાછલા દિવસોમાં આ આંકડો 412 હતો.
અત્યાર સુધીમાં 16,966 દર્દીઓ મૃત્યુ પામ્યા
આજના વધારા પછી, દિલ્હીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક હવે વધીને 16,966 પર પહોંચ્યો છે. કોરોનાથી થયેલા મોતનો દર હજી પણ 1.42 ટકા છે. કોરોનાથી સાજા થનારા લોકો વિશે વાત કરતા, છેલ્લા 24કલાક દરમિયાન 24,444 દર્દીઓને કોરોનાની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાને માત આપનારાઓની કુલ સંખ્યા હવે 10,85,690 પર પહોંચી છે. નવા દર્દીની ઓછી સંખ્યાની તુલનામાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીની વધારે સંખ્યાએ સક્રિય દર્દીના આંકડા ઘટાડ્યા છે. આ સંખ્યા પાછલા દિવસની તુલનામાં ઓછી છે.
20 હજારથી વધુ બેડ્સ પર દર્દીઓ છે
હાલમાં દિલ્હીમાં કુલ 92,290 એક્ટિવ કોરોનાના દર્દીઓ છે. ઘરના આઇસોલેશનમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા આજે 50,742 છે. રાજધાની દિલ્હીની કોરોના હોસ્પિટલ્સમાં પથારીની ઉપલબ્ધતા વિશે વાત કરતા, કોરોના હેલ્થ બુલેટિનના જણાવ્યા અનુસાર, કુલ 21,483 પથારીમાંથી, 20,136 પર હજુ દર્દીઓ છે અને 1,347 પથારી ખાલી છે. ત્યારે કોવિડ કેર સેન્ટરના 5,525 પથારીમાંથી 896 પર દર્દીઓ છે. કોરોનાના ઓછા ગંભીર દર્દીઓ માટે બનાવવામાં આવેલા આ કોવિડ કેર સેન્ટરોમાં હાલમાં 4629 પથારી ખાલી છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 357ના મૃત્યુ
અત્યાર સુધીમાં 33 લાખથી વધુ લોકોને રસી અપાઇ
કોવિડ આરોગ્ય કેન્દ્રની વાત કરીએ તો, અહીં 206 પથારીમાંથી 122 પથારી પર દર્દી છે અને 84 પથારી ખાલી છે. દિલ્હીમાં કોરોનાના કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા હવે વધીને 42,098 થઈ છે. જો તમે કોરોનાના ટેસ્ટિંગના ડેટાને જુઓ, તો પછી છેલ્લા 24 કલાકમાં 71,997 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 54,487 ટેસ્ટ RT-PCRના માધ્યમથી અને 17,510 એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પછી, દિલ્હીમાં કોરોનાના ટેસ્ટનો કુલ આંકડો 1,73,03,562 થઇ ગયો છે. દિલ્હીમાં રસીકરણની કુલ સંખ્યા હવે 33 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 49,633 લોકોને રસી આપવામાં આવી છે.