ETV Bharat / bharat

Nasir Junaid Murder Case : હરિયાણા પોલીસે મોનુ માનેસરની અટકાયત કરી, તેને રાજસ્થાન પોલીસને સોંપવાની કરી તૈયારી - મોનુ માનેસરની અટકાયત

હરિયાણા પોલીસે રાજસ્થાનના નાસિર અને જુનૈદ હત્યા કેસમાં મોનુ માનેસરને કસ્ટડીમાં લીધો છે. હવે તેને રાજસ્થાન પોલીસને સોંપવાની તૈયારી ચાલી રહી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 3:39 PM IST

ચંડીગઢ : હરિયાણા પોલીસે મોનુ માનેસરની અટકાયત કરી છે. મોનુ માનેસર જ્યારે માનેસર માર્કેટથી જઈ રહ્યો હતો ત્યારે બોલેરો અને ક્રેટામાં આવેલા પોલીસકર્મીઓએ તેની અટકાયત કરી હતી. હરિયાણા પોલીસ મોનુ માનેસરને કસ્ટડીમાં લઈને રાજસ્થાન પોલીસને સોંપવાની તૈયારી કરી રહી છે. રાજસ્થાન પોલીસ લાંબા સમયથી નાસિર અને જુનૈદ હત્યા કેસના આરોપી મોનુ માનેસરની શોધમાં લાગેલી હતી. મોનુ માનેસર પર પણ નૂહ હિંસાના આરોપ છે. CIA દ્વારા ગુરુગ્રામ સેક્ટર-9 માનેસરથી અટકાયત કરવામાં આવી છે.

કોણ છે મોનુ માનેસર? : મોહિત યાદવ ઉર્ફે મોનુ માનેસર હરિયાણાના ભિવાની જિલ્લામાં રાજસ્થાનના નાસિર અને જુનૈદની હત્યા કેસમાં મુખ્ય આરોપી છે. નાસિર અને જુનૈદ હત્યા કેસ બાદ મોનુ માનેસર ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન તેના વિશે અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા હતા. મોનુ માનેસર ગૌરક્ષાના નામે શસ્ત્રોનું પ્રદર્શન કરતો રહે છે. મોનુ માનેસરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખતરનાક અને ઓટોમેટિક હથિયારો સાથેના ઘણા ફોટા પણ અપલોડ કરેલા છે.

નૂહ હિંસામાં મોનુ માનેસર પર પણ આરોપ : નૂહમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની બ્રજ મંડળ યાત્રાના એક દિવસ પહેલા 30 જુલાઈના રોજ, મોનુ માનેસરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ શેર કર્યો હતો. વીડિયોમાં મોનુ માનેસરે પોતાની પાર્ટીના લોકોને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં સામેલ થવાની અપીલ કરી હતી. નૂહ હિંસામાં મોનુ માનેસરને પણ આરોપી બનાવવામાં આવ્યો છે.

  1. Manipur Violence News: મણિપુરમાં હિંસા વકરી, વધુ 3 નાગરિકોના મૃત્યુ થયા
  2. Umar Khalid Case Updaes: સુપ્રીમ કોર્ટે ખાલીદની જામીન અરજીની સુનાવણી 4 અઠવાડિયા સુધી સ્થગિત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.