ETV Bharat / bharat

Monsoon session of Parliament: વિપક્ષી નેતાઓએ વ્યૂહરચના તૈયાર કરવા માટે બેઠક કરી

સંસદના ચોમાસા સત્ર (Parliament Monsoon Session 2021)નું આ છેલ્લું સપ્તાહ છે. ત્યારે આજે સત્રના ત્રીજા દિવસે વિપક્ષના હોબાળાના કારણે બંને ગૃહમાં મડાગાંઠ જોવા મળી રહી છે. વિપક્ષ પેગાસસ જાસુસી કાંડ, કૃષિ કાયદા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી રહ્યું છે. જ્યારે સરકારનું કહેવું છે કે, વિપક્ષ કારણ વગર સંસદની કાર્યવાહીમાં અડચણ ઉભી કરે છે.

Monsoon session of Parliament: વિપક્ષી નેતાઓએ વ્યૂહરચના તૈયાર કરવા માટે બેઠક કરી
Monsoon session of Parliament: વિપક્ષી નેતાઓએ વ્યૂહરચના તૈયાર કરવા માટે બેઠક કરી
author img

By

Published : Aug 11, 2021, 12:30 PM IST

  • સંસદના ચોમાસા સત્ર (Parliament Monsoon Session 2021)ના છેલ્લા સપ્તાહનો આજે ત્રીજો દિવસ છે
  • આજે સત્રના ત્રીજા દિવસે વિપક્ષના હોબાળાના કારણે બંને ગૃહમાં મડાગાંઠ જોવા મળી રહી છે
  • વિપક્ષ પેગાસસ જાસુસી કાંડ, કૃષિ કાયદા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી રહ્યું છે

નવી દિલ્હીઃ અત્યારે સંસદના ચોમાસા સત્રના છેલ્લું સપ્તાહ ચાલી રહ્યું છે. ત્યારે આજે ત્રીજા દિવસે વિપક્ષે સંસદમાં પેગાસસ જાસુસી કાંડ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી છે. આ સાથે જ વિપક્ષના હોબાળાના કારણે ગૃહમાં મડાગાંઠ યથાવત્ છે. આજે પણ સંસદમાં હોબાળો થવાની શક્યતા છે. ગૃહમાં સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવા માટે વિપક્ષી દળોએ આજે સવારે બેઠક યોજી હતી.

આ પણ વાંચો- વિપક્ષ મહિલાઓનું અપમાન કરી રહી છે: મનસુખ માંડવિયા

વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં 2 બિલ પસાર થયા

વિપક્ષની આ બેઠક સંસદ ભવનમાં રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષના રૂમમાં યોજાશે, જેમાં બંને ગૃહના વિપક્ષી નેતાઓ સામેલ થશે. મંગળવારે વિપક્ષના વિરોધની વચ્ચે લોકસભામાં 2 બિલ- રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ બિલ, 2021 (National Homeopathy Commission Bill, 2021) અને રાષ્ટ્રીય ભારતીય ચિકિત્સા પ્રણાલી આયોગ બિલ, 2021 (National Medical System Commission of India Bill, 2021)ને પસાર કરવામાં આવ્યા હતા. બંને બિલ રાજ્યસભામાં પહેલા જ પાસ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો- Monsoon Session: ભાજપ સંસદીય દળની બેઠકમાં PM Modi પણ રહ્યા ઉપસ્થિત

5.55 કલાકની લાંબી ચર્ચા પછી લોકસભામાં બિલ પસાર થયું

તો 5.55 કલાક સુધી લાંબી ચર્ચા પછી લોકસભાએ મંગળવારે સંવિધાન (127મા સંવિધાન) બિલ 2021ને પણ પસાર કર્યું હતું. તો OBC બિલ તરીકે ઓળખાવનારું આ બિલ બે તૃતીયાંશ બહુમતીથી પાસ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.