નવી દિલ્હીઃ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની બેટિંગનું શાનદાર પ્રદર્શન કર્યું છે. બોર્ડર ગાવસ્કર સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શમીએ બેટિંગ કરતા કાંગારૂ બોલરોના છગ્ગા છોડાવ્યા હતા. શમીએ ઓસ્ટ્રેલિયાના બોલરોની ધોલાઈ કરતા 47 બોલમાં 37 રન બનાવ્યા હતા. શમીએ આ ઇનિંગમાં 2 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. મોહમ્મદ શમી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે વિરાટ કોહલી, યુવરાજ સિંહ અને કેએ રાહુલ સહિત ઘણા ભારતીય દિગ્ગજોથી આગળ નીકળી ગયો છે. શમીએ નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પોતાની 25 સિક્સર પૂરી કરી લીધી છે.
-
Only 15 batters from India have more Test sixes than Mohammed Shami.
— Wisden India (@WisdenIndia) February 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
What a fun batter to watch. 🔥#INDvAUS pic.twitter.com/iyhnYHzL5d
">Only 15 batters from India have more Test sixes than Mohammed Shami.
— Wisden India (@WisdenIndia) February 11, 2023
What a fun batter to watch. 🔥#INDvAUS pic.twitter.com/iyhnYHzL5dOnly 15 batters from India have more Test sixes than Mohammed Shami.
— Wisden India (@WisdenIndia) February 11, 2023
What a fun batter to watch. 🔥#INDvAUS pic.twitter.com/iyhnYHzL5d
શમીના નામેં નોંધાયો રેકોર્ડ : ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાં 722 રન બનાવ્યા છે. શમીએ 61 ટેસ્ટ મેચની ઇનિંગ્સમાં 25 સિક્સર પૂરી કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. શમીએ પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે તોફાની ઇનિંગ રમતા 40 બોલમાં 37 રન બનાવ્યા હતા. શમીનો આ સ્કોર ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં 9 ખેલાડીઓથી વધુ છે. શમી આ ઈનિંગ બાદ ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર મારનાર 16મો ભારતીય ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ 178 ટેસ્ટ ક્રિકેટ ઇનિંગ્સમાં 24 સિક્સર ફટકારી છે. આ સાથે જ શમીએ 61 મેચની 85મી ઇનિંગમાં 25 સિક્સર ફટકારી છે. કોહલી સિવાય શમીએ પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, યુવરાજ સિંહ સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા છે.
કયાં ખેલાડીના કેટલા સિક્સ : સૌથી વધું સિક્સ મારવામાં મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાનો 16મો ખેલાડી બની ગયો છે. મોહમ્મદ શમી - 25 છગ્ગા, વિરાટ કોહલી - 24 છગ્ગા, યુવરાજ સિંહ - 21 છગ્ગા, રાહુલ દ્રવિડ - 21 છગ્ગા, કેએલ રાહુલ - 17 છગ્ગા અને ચેતેશ્વર પુજારાના નામે 15 છગ્ગા છે.