ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશ: જાટ નેતા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે બનશે વિશ્વવિદ્યાલય, PM મોદી કરશે શિલાન્યાસ - PM મોદી

પશ્ચિમી ઉત્તર પ્રદેશના જાટ પારંપારિક રીતે કૉંગ્રેસના વૉટર હતા, પરંતુ 1996માં જાટ નેતા ચૌધરી અજિત સિંહે લોકદળની ઐતિહાસિક વિરાસત અને પિતા ચૌધરી ચરણ સિંહના નામને લઇને રાષ્ટ્રીય લોકદળનું ગઠન કર્યું અને ત્યારબાદ જાટ તેમની સાથે જોડાઈ ગયા. વર્ષ 2013માં એક વિવાદ બાદ જાટ સાંપ્રદાયિક આધાર પર વહેંચાઈ ગયા અને માનવામાં આવે છે કે તેમણે 2014, 2017 અને 2019ની ચૂંટણીમાં ભાજપને વોટ આપ્યા.

જાટ સમુદાયે 2014, 2017 અને 2019ની ચૂંટણીમાં ભાજપને વોટ આપ્યા

author img

By

Published : Sep 8, 2021, 1:17 PM IST

  • UP ચૂંટણી પહેલા જાટ મતદારોને ખેંચવા ભાજપનો મોટો દાવો
  • 14 સપ્ટેમ્બરના PM મોદી અલીગઢમાં યુનિવર્સિટીનો કરશે શિલાન્યાસ
  • 2023 સુધી તૈયાર થશે રાજ્ય યુનિવર્સિટી, 115 એકર જમીન પર થશે નિર્માણ

લખનૌ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બરે અલીગઢમાં જાટ આઇકોન રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામ પરથી રાજ્ય યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. આ પગલું પશ્ચિમ યુપીના 12 જિલ્લાની 17 ટકા હિસ્સો ધરાવતી જાટ વસ્તીના દિલ જીતવા માટે ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

24 મહિનામાં તૈયાર થશે વિશ્વવિદ્યાલય

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વડા પ્રધાનની મુલાકાતની તૈયારીઓનું નિરીક્ષણ કરશે. PWDના પ્રિન્સિપલ સેક્રેટરી નીતિન રમેશ ગોકર્ણના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના નિર્માણમાં શિલાન્યાસ બાદ ઓછામાં ઓછા 24 મહિના લાગશે. તેથી યુનિવર્સિટી સપ્ટેમ્બર 2023 સુધીમાં તૈયાર થશે તેવી અપેક્ષા છે.

રાજ્ય સરકારે 101 કરોડ રૂપિયાનું બડેટ ફાળવ્યું

અલીગઢ જિલ્લાના કોલ તાલુકાના લોઢા અને મુસૈપુર ગામમાં આ યુનિવર્સિટી 115 એકર જમીન પર બનશે. આ માટે રાજ્ય સરકારે રૂ.101 કરોડથી વધુનું પ્રારંભિક બજેટ ફાળવ્યું છે. હાલમાં અલીગઢ વિભાગમાં બી.આર. આંબેડકર યુનિવર્સિટી માત્ર એક જ રાજ્ય યુનિવર્સિટી છે, જે આગ્રામાં આવેલી છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બનાવવા માટે આપી હતી જમીન

યોગી આદિત્યનાથ સરકારે 2019માં અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે રાજ્ય યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે કેટલાક રાઇટ વિંગ સંગઠનોએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMO)નું નામ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ કરવાની માંગણી કરી હતી. માનવામાં આવે છે કે તેમણે 1877માં સર સૈયદ અહમદ ખાને મુહમ્મદ એન્ગ્લો-ઓરિએન્ટલ (MAO)કૉલેજ તરીકે સ્થાપના કરેલી આ આઇકોનિક સેન્ટ્રલ યુનિવર્સિટી માટે જમીનનું દાન કર્યું હતું. આ કૉલેજ 1920માં અલીગઢ મુસ્લિમ યુનવર્સિટીમાં રૂપાંતરિત થઈ.

કેવી હશે આ યુનિવર્સિટી?

નોડલ વિભાગ PWDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારની યોજના એક વિશાળ શૈક્ષણિક બ્લોક, એક વહીવટી મકાન, એક સુવિધા કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયો અને શૈક્ષણિક સ્ટાફના રહેવા માટે બિલ્ડિંગો બનાવવાની છે.

કોણ હતા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ?

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહનો જન્મ 1 ડિસેમ્બર, 1886ના રોજ હાથરસ જિલ્લાના મુરસાનના સામાજિક-આર્થિક રીતે પ્રભાવશાળી જાટ પરિવારમાં થયો હતો. તેઓ એક સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા. તેમણે 1905 સુધી મુહમ્મદ એન્ગ્લો-ઓરિએન્ટલ કૉલેજમાં અભ્યાસ કર્યો. બાદમાં તેમણે 1909માં વૃંદાવનમાં એક સ્વદેશી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યુટ પ્રેમ મહાવિદ્યાલયની સ્થાપના કરી, એક પહેલે 1932માં શાંતિના નોબેલ પુરસ્કાર માટે તેમને નામાંકિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

વધુ વાંચો: 2022ની વિધાનસભા ચૂંટણીમાં UP સહિત 4 રાજ્યોમાં સરકાર બનાવી શકે છે ભાજપ: સર્વે

વધુ વાંચો: UP વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા BSP સુપ્રીમો માયાવતી આજે પ્રબુદ્ધજનો સાથે સંવાદ કરશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.