મુંબઈ: એરપોર્ટ કસ્ટમ્સે મંગળવારે કહ્યું કે તેણે એક ભારતીય મુસાફરની (Mumbai custom arrest passenger with cocaine) ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ 2.8 કિલો કોકેઈનની દાણચોરીમાં સંડોવાયેલો હતો. જપ્ત કરાયેલા કોકેઈનની કિંમત 28.10 કરોડ રૂપિયા હતી. (MH Mumbai Airport Custom seized cocaine Rs 28 Cr) મુંબઈ કસ્ટમ અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, 49 વર્ષીય મુસાફરની 6 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. કોકેઈન કાપડના નમૂનાઓમાં છુપાવવામાં આવ્યું હતું, જેને તે દિલ્હી લઈ જતો હતો. મુંબઈ કસ્ટમ્સના સૂત્રોએ જણાવ્યું હતું કે કાપડના નમૂનાઓથી ભરેલી કસ્ટમ-મેઇડ ડફલ બેગમાં માદક દ્રવ્ય સંતાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બેંગલુરુમાં બાંધકામ હેઠળ મેટ્રોનો થાંભલો પડતા મહિલા અને પુત્રનું મૃત્યુ
કસ્ટમના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આદીસ અબાબાના 49 વર્ષીય મુસાફરને ઓનલાઈન કોલ દરમિયાન વોઈસ સિમ્યુલેટરની મદદથી કથિત રીતે હની-ટ્રેપ (Mumbai custom honey trap) કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે ફોન કરનાર કથિત રીતે મહિલા અવાજમાં વાત કરી રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ફોન કરનારે તેને નોકરીનું વચન આપ્યું હતું અને ઇથોપિયાની રાજધાની અદીસ અબાબામાં સ્થાયી થવા માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે પેસેન્જરે કોલરના કહેવા પર કોકેઈનની દાણચોરી કરી હતી, જેણે તેની સાથે ફેસબુક પર ચેટ પણ કરી હતી.
આ પણ વાંચો: મધ્યપ્રદેશથી ધાડપાડૂ આંતરરાજ્ય ગેંગને ઉઠાવી લાવી સુરત પોલીસ
પોલીસે જણાવ્યું હતું કે મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. વધુ તપાસ ચાલુ છે. અગાઉ 4 જાન્યુઆરીએ કસ્ટમ્સે નૈરોબીથી 4.47 કિલો હેરોઈન સાથે ભારતીય મુસાફરની ધરપકડ કરી હતી. નાર્કોટિક્સ ઉપરાંત, મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સે જાન્યુઆરીમાં 13.73 કિલો સોનું અને 1.5 કરોડ રૂપિયાની વિદેશી ચલણ પણ જપ્ત કરી હતી.