ETV Bharat / bharat

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રાજ ઠાકરેને મળ્યા બાદ રાજ ઠાકરે ફડણવીસને મળ્યા - devendra fadnavis and raj thackeray Meeting

સંપત્તિના સર્વોચ્ચ શિખરે બેઠેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાજનેતા રાજઠાકરે સાથે મુલાકાત કરી છે. જેને લઈને ઉદ્યોગજગતમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રાજ ઠાકરેને (Gautam Adani meets Raj Thackeray ) મળ્યા બાદ રાજ ઠાકરે Dy CM દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની (Raj Thackeray Meets Dy CM Devendra Fadnavis) મુલાકાત મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

MH ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રાજ ઠાકરેને મળ્યા બાદ રાજ ઠાકરે Dy CM દેવેન્દ્ર ફડણવીસને મળ્યા

author img

By

Published : Jan 11, 2023, 9:37 AM IST

Updated : Jan 11, 2023, 9:44 AM IST

મહારાષ્ટ્ર -મુંબઈઃ સિદ્ધિ, સફળતા અને સંપત્તિના શિખર પર સિદ્ધ થયેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાજનેતા રાજ ઠાકરની મુલાકાત કરી હતી. અદાણીને મળ્યા બાદ રાજ ઠાકરેએ ફડણવીસના બંગલાની મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને (Raj Thackeray Meets Dy CM Devendra Fadnavis) તેમના સત્તાવાર નિવાસસ્થાન 'સાગર' બંગલામાં મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી નાના મોટા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. રાજ ઠાકરેએ એક જ દિવસમાં બે મહત્વપૂર્ણ બેઠકો કરી લીધી છે. ગૌતમ અદાણી અને રાજ ઠાકરે વચ્ચે શું ચર્ચા થઈ? આ અંગે ઉદ્યોગજગતથી લઈને રાજકારણ સુધી ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચો જો અન્યાય બંધ થશે, તો અમે કર્ણાટકના સરહદી વિસ્તારોને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગ નહીં કરીએ: રાઉત

સાગરમાં સંવાદઃ દેવેન્દ્ર ફડણવીસ (devendra fadnavis bungalow) સાથે તેમના સત્તાવાર (Gautam Adani meets Raj Thackeray) નિવાસસ્થાન 'સાગર 'બંગલામાં અડધો કલાક સુધી મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે અનેક વિષય પર ચર્ચા વિચારણા થઈ હોવાનું સામે આવ્યું છે. આ બેઠક પહેલા રાજ ઠાકરે મંગળવારે સાંજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પણ મળ્યા હતા. ગૌતમ અદાણી રાજ ઠાકરેને તેમના દાદર સ્થિત નિવાસસ્થાન શિવતીર્થ ખાતે મળ્યા હતા. રાજ ઠાકરેએ એક જ દિવસમાં બે મહત્વની બેઠક યોજી છે. આ બંન્ને બેઠક બાદ ઉદ્યોગજગતમાં અથવા તો રાજકારણમાં કોઈ મોટી નવા-જૂનીના એંધાણ વર્તાય રહ્યા છે.

ચૂંટણીલક્ષી દ્રષ્ટિકોણઃ ઠાકરે ફડણવીસની(devendra fadnavis and raj thackeray Meeting) મુલાકાતો વધી ગઈ છે. એવી ધારણા છે. પરંતુ ચર્ચા એ પણ છે કે આ મુલાકાતોમાં વધારો શા માટે થઈ રહ્યો છે. આવી મુલાકાત પાછળનો હેતું શું હોઈ શકે છે. કારણ કે, રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ પહેલા ઓક્ટોબરમાં પણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે MNS પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ઓક્ટોબર મહિનામાં જ રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ બે વાર મળ્યા હતા. આથી એવી શક્યતા છે કે બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં BMC ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા થઈ શકે છે. આમ એક ચૂંટણીલક્ષી દ્રષ્ટિકોણ પણ હોઈ શકે છે.

આ પણ વાંચો મહારાષ્ટ્ર વિધાનસભામાં લોકાયુકત બિલ પસાર, 'લોકપાલ'ના દાયરામાં આવનાર પ્રથમ રાજ્ય બન્યું

ત્રણ મોટા નેતાઓ છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ મોટા નેતાઓ સાથે ચર્ચા કરી હતી. ગૌતમ અદાણીએ મુખ્યપ્રધાન એકનાથ શિંદે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ભાજપના નેતા આશિષ શેલાર સાથે તેમના નિવાસસ્થાને ચર્ચા કરી હતી. તે પછી તરત જ અદાણીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે ચર્ચા કરી અને રાજ ઠાકરે બેઠકના થોડા સમય બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા ગયા.

Last Updated : Jan 11, 2023, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.