નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં એક વૃદ્ધે એક છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો, પરંતુ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે, જેની ઓળખ મનોહર કાથોકે તરીકે થઈ છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2018માં પીડિતા વીજ કરંટથી પડી ગઈ હતી, જેના કારણે તેના ખભા અને હાથમાં ઈજાઓ થઈ હતી. તે સમયે તેની ઉંમર 15 વર્ષની હતી.
ડોક્ટરે દર્દીને બનાવી હવસનો શિકાર : અકસ્માત બાદ તેને રામટેક વિસ્તારની પાઠક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ તેના હાથ અને પગ સંપૂર્ણ રીતે સક્રિય નહોતા થયા. છોકરીના માતા-પિતાએ મહદુલા વિસ્તારના રહેવાસી મનોહર સખારામ કાથોકેને હર્બલ દવાઓથી તેની સારવાર કરવાનું નક્કિ કર્યું હતું. આરોપી મનોહર ડિસેમ્બર 2019 થી સવારે પીડિતાના ઘરે આવવા લાગ્યો અને તેની જડીબુટ્ટીઓથી સારવાર કરવા લાગ્યો હતો.
આવી રીતે આચરતો હતો દુષ્કર્મ : પીડિતાને પણ આ જડીબુટ્ટીઓથી રાહત મળી રહી હતી, જેના કારણે તેના માતા-પિતાએ તેની સારવાર ચાલુ રાખી હતી. પોલીસે જણાવ્યું કે, જાન્યુઆરી 2022માં પીડિતાના માતા-પિતા રોજની જેમ સવારે નવ વાગ્યે કામ પર ગયા હતા અને તેના ભાઈ-બહેન શાળાએ ગયા હતા. હંમેશની જેમ, આરોપી મનોહર પીડિતાના ઘરે પહોંચ્યો અને તેના શરીર પર જડીબુટ્ટીઓ લગાવીને કહ્યું કે તેને તે પસંદ છે. પીડિતાના ના પાડવા પર આરોપીએ તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
આવી રીતે ફુટ્યો સમગ્ર ભાંડ્યો : પીડિતા શારીરિક રીતે પ્રતિકાર કરવામાં અસમર્થ હતી, જેના કારણે તેણે ચીસો પાડવાનો લાગી હતી, પરંતુ આરોપીએ તેના હાથથી તેનું મોં ઢાંકી દીધું હતું. આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તે કોઈને કહેશે તો તે તેને મારી નાખીશ. પીડિતાએ ડરના કારણે કોઈને કહ્યું નહીં અને આરોપીએ તેનું યૌન શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. 9 ઓગસ્ટના રોજ જ્યારે પીડિતાને પેટમાં દુ:ખાવો થયો ત્યારે તેણે આરોપીને તેના વિશે જણાવ્યું હતું.
પોલિસે આરોપી વિરોધ લિધા પગલા : રામટેક પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ, જ્યારે આરોપી પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયો ત્યારે ડૉક્ટરે કહ્યું કે, તે 7 મહિનાની ગર્ભવતી છે. આ પછી આરોપી તેને બીજા દિવસે બીજી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં તેને લેબર પેઈન શરૂ થઈ અને પીડિતાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. જ્યારે પીડિતાના માતા-પિતાને ખબર પડી તો તેઓએ રામટેક પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.