ETV Bharat / bharat

હોળી નિમિત્તે દિલ્હીમાં બપોર સુધી મેટ્રો સેવા બંધ

હોળીના પ્રસંગે સવારે પ્રવાસીઓ દિલ્હી મેટ્રો સેવાનો લાભ લઈ શકશે નહીં. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) તરફથી આ સંદર્ભે માહિતી આપવામાં આવી છે કે, બપોરે 2:30 વાગ્યે મેટ્રો સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે.

હોળી નિમિત્તે દિલ્હીમાં બપોર સુધી મેટ્રો સેવા બંધ
હોળી નિમિત્તે દિલ્હીમાં બપોર સુધી મેટ્રો સેવા બંધ
author img

By

Published : Mar 29, 2021, 3:37 PM IST

  • કોરોનાને કારણે દેશભરમાં જાહેરમાં હોળી રમવા પર પ્રતિબંધ
  • દિલ્હી મેટ્રો બપોરે 2:30 વાગ્યા સુધી રહેશે બંધ
  • DMRCએ લોકોને કોરોનાલક્ષી તકેદારી રાખવા કરી અપીલ

નવી દિલ્હી: સોમવારે હોળીના પ્રસંગ નિમિત્તે પ્રવાસીઓને સવારે દિલ્હી મેટ્રો સેવા મળશે નહીં. DMRC તરફથી આ સંદર્ભે માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે, બપોરે 2:30 વાગ્યે મેટ્રો સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. આ અગાઉ તેમની તમામ મેટ્રો લાઇનો પર એક પણ મેટ્રો ટ્રેન નહીં ચાલે. તેમણે પ્રવાસીઓને આ બાબતને ધ્યાનમાં રાખીને તેમની યાત્રા નક્કી કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો: દેશમાં પ્રથમ ડ્રાઈવર વગર ચાલતી મેટ્રો ટ્રેનને PM મોદીએ આપી લીલી ઝંડી

તમામ મેટ્રો સુવિધાઓ બંધ

DMRCના જણાવ્યા અનુસાર, સોમવારે આખા દેશમાં હોળી રમવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખીને, જાહેર સ્થળોએ હોળી રમવા પર પ્રતિબંધ છે, હોળીના પ્રસંગને ધ્યાને લઈને સવારમાં પ્રવાસીઓ માટે દિલ્હી મેટ્રોની સેવા ઉપલબ્ધ રહેશે નહીં. એરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને રેપિડ મેટ્રો સહિતની દિલ્હી મેટ્રોની તમામ લાઇનો બપોર સુધી બંધ રહેશે. આ અંગે મેટ્રો ઓપરેશન બપોરે 2.30 વાગ્યે જ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: ઓહ… 'મસકલી 2.0' ગીતને દિલ્હી મેટ્રો અને જયપુર પોલીસે કર્યુ ટ્રોલ

પ્રવાસીઓએ COVID નિયમોનું પાલન કરે

DMRCએ પ્રવાસીઓને મેટ્રોમાં યાત્રા દરમિયાન કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે. પાટનગરમાં કોરોના કેસ વધ્યા ત્યારથી DMRC પણ કડક કાર્યવાહી કરી રહી છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં 25 હજારથી વધુ પ્રવાસીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.