મેઘાલય: મેઘાલયના તુરાને શિયાળુ રાજધાની બનાવવાની માંગ માટે પ્રદર્શન ચાલી રહ્યું છે. આ મામલે સોમવારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ટોળાએ હુમલો કર્યો હતો. જો કે સદનસીબે CM કોનરાડ બચી ગયા હતા. ગારો હિલ્સ સ્થિત સોસાયટી જૂથ તુરામાં શિયાળુ રાજધાનીની માંગ કરી રહ્યું છે. આ અંગે લોકો 14 દિવસથી ભૂખ હડતાળ પર છે.
-
#WATCH | Meghalaya CM Conrad Sangma was having discussions with agitating organisations based in Garo-Hills who are on a hunger strike for a winter capital in Tura: CMO PRO
— ANI (@ANI) July 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Meanwhile, a crowd (other than agitating groups) gathered at the CMO in Tura and started pelting stones.… pic.twitter.com/EqUhQDwjtl
">#WATCH | Meghalaya CM Conrad Sangma was having discussions with agitating organisations based in Garo-Hills who are on a hunger strike for a winter capital in Tura: CMO PRO
— ANI (@ANI) July 24, 2023
Meanwhile, a crowd (other than agitating groups) gathered at the CMO in Tura and started pelting stones.… pic.twitter.com/EqUhQDwjtl#WATCH | Meghalaya CM Conrad Sangma was having discussions with agitating organisations based in Garo-Hills who are on a hunger strike for a winter capital in Tura: CMO PRO
— ANI (@ANI) July 24, 2023
Meanwhile, a crowd (other than agitating groups) gathered at the CMO in Tura and started pelting stones.… pic.twitter.com/EqUhQDwjtl
ટોળાએ પથ્થરમારો કર્યો: મુખ્યપ્રધાન કોનરાડ સંગમા ACHIK, GHSMC સહિત વિવિધ વિરોધ કરી રહેલા નાગરિક સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા હતા. તેમની વચ્ચે મુખ્યમંત્રી કાર્યાલયમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન કેમ્પસની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. ઉશ્કેરાયેલા ટોળાએ આ દરમિયાન પથ્થરમારો પણ કર્યો હતો અને સીએમ ઓફિસની બારીઓના કાચ પણ તોડી નાખ્યા હતા.
સુરક્ષા કર્મચારીઓ પર ઈજાગ્રસ્ત: પોલીસે ત્યાં એકઠા થયેલા ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. જ્યારે મુખ્યમંત્રી કાર્યાલયે એક ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, પરંતુ સ્થિતિ 'ખૂબ જ તંગ' છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
પરિસ્થિતિ નિયંત્રણમાં: એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટોળું અચાનક આવી ગયું અને સીએમઓ ઓફિસની બહારથી હુમલો કરવાનું શરૂ કરી દીધું. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે ભીડમાંથી કેટલાક લોકોએ ઓફિસ બિલ્ડિંગ અને સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો અને ગેટ તોડવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે.
5 પોલીસકર્મી ઈજાગ્રસ્ત: સ્થિતિ વણસી ત્યારે સીએમ કોનરાડ સંગમાએ પોતે હિંસામાં ઘાયલ થયેલા સુરક્ષાકર્મીઓની સંભાળ લીધી અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું, “મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ બેઠક કરી રહ્યા હતા ત્યારે વિરોધીઓ એકઠા થયા અને પથ્થરમારો કર્યો. મુખ્યમંત્રી લાંબા સમય સુધી તેમના કાર્યાલયમાં અટવાયેલા રહ્યા. ઘણા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે.”