દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે અમેરિકા જઈ રહ્યા છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બિડેન 23 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં મહત્વની બેઠક કરશે. આ વર્ષે જાન્યુઆરીમાં બિડેને પદ સંભાળ્યા બાદ આ પ્રથમ વખત હશે જ્યારે પીએમ અમેરિકી રાષ્ટ્રપતિને મળશે. રાષ્ટ્રપતિ બિડેનને મળ્યા બાદ પીએમ મોદી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને અન્ય નેતાઓને પણ મળશે. આ સિવાય પીએમ મોદી અમેરિકાના અગ્રણી સીઈઓને પણ મળશે.
22 સપ્ટેમ્બરથી મોદી અમેરીકાના પ્રવાસે - કમલો હેરીસ
પીએમ મોદી સાત વર્ષમાં આઠમી વખત અમેરિકાની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ બિડેને પીએમ મોદીના આગમન પર ખુશી વ્યક્ત કરી છે. 25 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની મુલાકાત પણ લઈ શકે છે.
![22 સપ્ટેમ્બરથી મોદી અમેરીકાના પ્રવાસે 22 સપ્ટેમ્બરથી મોદી અમેરીકાના પ્રવાસે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13114196-thumbnail-3x2-kamla.jpg?imwidth=3840)
22 સપ્ટેમ્બરથી મોદી અમેરીકાના પ્રવાસે