નવી દિલ્હી/નોઈડા : નોઈડાના સેક્ટર 63 વિસ્તારના પોલીસ સ્ટેશન સી-320 ખાતે આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ (Fire In Rubber Factory In Noida) ફાટી નીકળી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ ફાયર બ્રિગેડની 15 ગાડીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે.
નોઈડામાં રબર ફેક્ટરીમાં લાગી આગ : શુક્રવારે બપોરે નોઇડાના સેક્ટર-3, સી-14 સ્થિત એક ફેક્ટરીમાં આગ લાગી હતી. અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ મામલે નોઈડાના ચીફ ફાયર ઓફિસર અરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે, આ ફેક્ટરીમાં પ્લાસ્ટિકની ટ્રે બનાવવામાં આવતી હતી, જેનો ઉપયોગ રસોડામાં થાય છે.
ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી : ફેક્ટરીના કામદારોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે 15 જેટલા ફાયર ટેન્ડર હાજર હતા, જેમણે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને કાબૂમાં લેવા માટે DIG કાયદો અને વ્યવસ્થા તેમજ અનેક પોલીસ સ્ટેશનોની ફોર્સ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. ફાયરના જવાનોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.