કોલકાતા: બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓની બેઠકને 24 કલાક પણ વીતી નથી. જેમાં કોંગ્રેસવતી કહેવામાં આવ્યું હતું કે તેના માટે સત્તા અને પદથી કોઈ ફરક નથી પડતો. આ સાથે જ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન પદ માટેનો દાવો રજૂ કરવામાં આવ્યો છે. ટીએમસી સાંસદ શતાબ્દી રોયે કહ્યું કે મમતા બેનર્જીને વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા જોઈએ.
-
Birbhum, West Bengal | When asked on media reports that say, "Congress is not in the race of be Prime Ministerial face", TMC MP Shatabdi Roy says, "Then we would like Mamata Banerjee to be." (18.07) pic.twitter.com/Jg0izE2hYc
— ANI (@ANI) July 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Birbhum, West Bengal | When asked on media reports that say, "Congress is not in the race of be Prime Ministerial face", TMC MP Shatabdi Roy says, "Then we would like Mamata Banerjee to be." (18.07) pic.twitter.com/Jg0izE2hYc
— ANI (@ANI) July 19, 2023Birbhum, West Bengal | When asked on media reports that say, "Congress is not in the race of be Prime Ministerial face", TMC MP Shatabdi Roy says, "Then we would like Mamata Banerjee to be." (18.07) pic.twitter.com/Jg0izE2hYc
— ANI (@ANI) July 19, 2023
મમતા બેનર્જીને PM પદના દાવેદાર તરીકે રજૂ કરે: મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર ટિપ્પણી કરતી વખતે તેણે આ વાત કહી. બુધવારે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં તેમને પૂછવામાં આવ્યું કે બેંગલુરુમાં કોંગ્રેસે વડાપ્રધાન પદની રેસમાં ન હોવાની ઘોષણા કરતાં તેમનું શું કહેવું છે. તેના જવાબમાં ટીએમસી સાંસદ શતાબ્દી રોયે કહ્યું કે આવી સ્થિતિમાં અમે ઈચ્છીએ છીએ કે વિપક્ષ મમતા બેનર્જીને પીએમ પદના દાવેદાર તરીકે રજૂ કરે.
PM પદને લઈને ખડગેનું નિવેદન: મંગળવારે બેંગલુરુમાં વિપક્ષી નેતાઓની બેઠક દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટ કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવવા કે વડાપ્રધાન પદ મેળવવા માટે આ ગઠબંધનમાં સામેલ નથી થઈ. આ સાથે ત્યાં હાજર તમામ વિપક્ષી નેતાઓએ વર્તમાન કેન્દ્ર સરકાર સામે એક થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જણાવી દઈએ કે આ બેઠકમાં વિપક્ષનો ચહેરો કોણ હશે તે અંગે કોઈ વાત થઈ ન હતી.
ગઠબંધનનું નામ “INDIA” : લોકસભા ચૂંટણી પહેલા બેંગલુરુમાં ભાજપ વિરૂદ્ધ વિપક્ષનો એક ભવ્ય મેળાવડો થયો હતો. કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં 26 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. બે દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં વિરોધ પક્ષોના ગઠબંધનનું નામ “INDIA” રાખવામાં આવ્યું હતું. એટલે કે 2024માં NDAનો મુકાબલો ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઈન્ક્લુઝિવ એલાયન્સ સાથે થશે. બેઠકમાં ગઠબંધનના નામ સહિત છ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.