ETV Bharat / bharat

વિશ્વભરમાં આજે Malala Dayની થઈ રહી છે ઉજવણી, જુઓ કેમ ખાસ છે આ દિવસ? - મલાલા દિવસ 12 જુલાઈ

વિશ્વભરમાં આજે એટલે કે 12 જુલાઈ મલાલા દિવસ (Malala Day) તરીકે ઉજવાય છે. બાળકીઓના શિક્ષણના અધિકારો (Girls' right to education) માટે લડનારી મલાલા યુસુફઝઈનો જન્મ આજના દિવસે જ થયો હતો. આજના જ દિવસે તેમણે સંયુક્ત રાષ્ટ્ર (United Nations) મુખ્યમથકમાં ભાષણ આપ્યું હતું. મલાલાના સન્માનમાં અને બાળકીઓના શિક્ષણના અધિકારો અને મહત્ત્વ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, મલાલા સૌથી ઓછી વયની નોબેલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) વિજેતા છે. મલાલાને 17 વર્ષની વયે નોબલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) મળ્યો હતો.

વિશ્વભરમાં આજે Malala Dayની થઈ રહી છે ઉજવણી, જુઓ કેમ ખાસ છે આ દિવસ?
author img

By

Published : Jul 12, 2021, 9:47 AM IST

  • વિશ્વભરમાં આજે એટલે કે 12 જુલાઈ મલાલા દિવસ (Malala Day) તરીકે ઉજવાય છે
  • બાળકીઓના શિક્ષણના અધિકારો (Girls' right to education) માટે લડનારી મલાલા યુસુફઝઈનો આજે જન્મદિવસ
  • મલાલાએ બાળકીઓના શિક્ષણના અધિકારો (Girls' right to education) અને મહત્ત્વ પ્રત્યે લોકોને જાગૃત કર્યા હતા

હૈદરાબાદઃ વિશ્વભરમાં દર વર્ષે 12 જુલાઈના દિવસે મલાલા દિવસ (Malala Day) ઉજવવામાં આવે છે. આનો ઉદ્દેશ પાકિસ્તાની નોબલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) વિજેતા મલાલા યુસુફઝઈ (Malala Yousafzai)ની બાળકીઓના શિક્ષણના અધિકાર (Girls' right to education) માટેની તડાઈ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્ષ 2013માં 12 જુલાઈએ જ બાળકીઓના શિક્ષણના અધિકાર (Girls' right to education) અને જાતીય સમાનતાને મહત્ત્વ આપનારી મલાલાએ સંયુક્ત રાષ્ટ્ર (United Nations) મુખ્યમથકમાં પ્રેરક ભાષણ આપ્યું હતું, જેના માટે વૈશ્વિક નેતાઓએ ઉભા થઈને તેમને અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 12 જુલાઈએ મલાલાનો જન્મદિવસ હોય છે. ત્યારબાદ આ યુવા કાર્યકર્તાના સન્માનમાં આજે મલાલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો- સંયુક્ત રાષ્ટ્રએ મલાલાને દશકની સૌથી પ્રખ્યાત કિશોરી કરી જાહેર

મલાલાનું શરૂઆતનું જીવન

મલાલા યુસુફઝઈ (Malala Yousafzai)નો જન્મ 12 જુલાઈ 1997ના પાકિસ્તાનના મિંગોરામાં થયો હતો, જે હવે પાકિસ્તાનના ખેબર પખ્તુનખ્વા પ્રાન્તમાં સ્વાત ઘાટીનું સૌથી મોટું શહેર છે. મલાલાના પરિવારમાં તેમના પિતા ઝિયાઉદ્દીન, માતા તરીકે પેકાઈ યુસુફઝઈ અને 2 નાના ભાઈ છે.

આ પણ વાંચો- તણાવ વચ્ચે મલાલા મેદાનમાં, કહ્યું- એકસાથે રહી ભારત-પાક. સંઘર્ષ ખતમ કરે

ગોળીકાંડની ઘટના

મલાલા યુસુફઝઈ (Malala Yousafzai)ને બાળકીઓના શિક્ષણના અધિકાર માટે (Girls' right to education) અને તાલિબાન સામે બોલવા માટે તેહરિક-એ-તાલિબાન (Tehreek-e-Taliban) 9 ઓક્ટોબર 2012માં ગોળી મારી દીધી હતી. જ્યારે મલાલાને ગોળી મારવામાં આવી ત્યારે મલાલા સ્કૂલથી ઘરે જઈ રહી હતી. ત્યારબાદ મલાલા બાળકીઓના શિક્ષણના અધિકાર (Girls' right to education) માટે લડાઈની આંતરરાષ્ટ્રીય પ્રતિક બની ગઈ હતી.

વર્ષ 2009માં બ્લોગ લખવાનું શરૂ કર્યું હતું

વર્ષ 2009માં મલાલાએ બ્લોગ લખવાનું શરૂ કર્યું હતું. બ્લોગમાં મલાલાએ પોતાના ગૃહ રાજ્યમાં વધતી સૈન્ય ગતિવિધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેને ડર હતો કે, તેની સ્કૂલ પર હુમલો થશે. મલાલા પોતાના બ્લોગ એક ઉપનામથી લખતી હતી. તેની ઓળખ છતી થયા પછી મલાલા અને તેના પિતા શિક્ષણના અધિકારો (Girls' right to education) પર ભાર આપતા રહ્યા હતા. જ્યારે મલાલા પર હુમલો થયો તો તે સ્કૂલથી પરત ફરી રહી હતી. સમગ્ર વિશ્વમાં હુમલાની ટીકા થઈ હતી. પાકિસ્તાનમાં જ 2 મિલિયનથી વધુ લોકોએ શિક્ષણના અધિકાર સાથે જોડાયેલી એક પિટિશન પર હસ્તાક્ષર કર્યા હતા. એટલું જ નહીં નેશનલ એસેમ્બલીએ પાકિસ્તાના પહેલા રાઈટ ટૂ ફ્રી એન્ડ કમ્પલ્સિવ એજ્યુકેશન બિલ (Right to Free and Compulsory Education Bill)ને પણ મંજૂરી આપી હતી. તાલિબાનના હુમલા પછી મલાલા પહેલાથી પણ મજબૂત ઈરાદા સાથે પરત ફરી અને બાળકીઓના અધિકારો (Girls' right to education) માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું. બ્રિટનના બર્મિંઘમમાં રહેતા તેમણે 'મલાલા ફંડ'ની સ્થાપના કરી હતી, જે બાળકીઓને સ્કૂલ જવામાં મદદ કરે છે. તેમણે એક પુસ્તક 'આઈ એમ મલાલા'નું સહલેખન પણ કર્યું હતું, જે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર બની હતી.

વર્ષ 2017માં મલાલાને સંયુક્ત રાષ્ટ્રની શાંતિ દૂત બનાવવામાં આવી

વર્ષ 2012માં પાકિસ્તાન સરકારે મલાલાને પહેલો રાષ્ટ્રીય યુવા શાંતિ પુરસ્કાર (National Youth Peace Prize) આપ્યો હતો. ડિસેમ્બર 2014માં તેે સૌથી ઓછી વયના નોબલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) વિજેતા બની હતી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે (United Nations Secretary-General Antonio Guterres) બાળકીઓના શિક્ષણના મહત્ત્વ (Girls' right to education) અંગે જાગૃતતા વધારવામાં મદદ કરવા માટે મલાલાને વર્ષ 2017માં સંયુક્ત રાષ્ટ્ર મેસેન્જર ઓફ પીસ તરીકે નિયુક્ત કરી હતી. મલાલા યુસુફઝઈએ જૂન 2020માં ઓક્સફર્ડ યુનિવર્સિટીથી દર્શનશાસ્ત્ર, રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તો બીજી તરફ વર્ષ 2017માં મલાલાને સંયુક્ત રાષ્ટ્રની શાંતિ દૂત બનાવવામાં આવી હતી. મલાલાને કેનેડાની માનદ નાગરિકતાથી પણ સન્માનિત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.