ETV Bharat / bharat

MS Dhoni : હાથમાં પિસ્તોલ સાથે પોલીસ યુનિફોર્મમાં ધોનીનો ફોટો થયો વાયરલ, જાણો શું છે મામલો - મહેન્દ્ર સિંહ ધોનીનો ફોટો વાયરલ

મહેન્દ્ર સિંહ ધોનીનો પોલીસ યુનિફોર્મમાં હાથમાં પિસ્તોલ (Mahendra Singh Dhoni in police uniform) સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ (Mahendra Singh Dhoni photo viral) થઈ રહ્યો છે. ફોટો જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ધોનીની આ તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે. ટ્વિટર પર તસવીર શેર કરતી વખતે યુઝર્સ ઘણા કેપ્શન પણ આપી રહ્યા છે.

MS Dhoni : હાથમાં પિસ્તોલ સાથે પોલીસ યુનિફોર્મમાં ધોનીનો ફોટો થયો વાયરલ, જાણો શું છે મામલો

author img

By

Published : Feb 3, 2023, 10:28 PM IST

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની એક તસવીર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં ધોની પોલીસ યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. તસવીરમાં ધોનીના હાથમાં પિસ્તોલ પણ દેખાઈ રહી છે. અડધો ડઝન પોલીસ કર્મચારીઓ પણ બંદૂક સાથે ધોનીની બાજુમાં ઉભા જોવા મળે છે. તસવીર જોઈને લાગી રહ્યું છે કે, ધોનીની ટીમ કોઈ મોરચે જઈ રહી છે. એવું પણ લાગે છે કે, આ તસવીર કોઈ ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલી છે. બીજી તરફ ધોનીને પોલીસ યુનિફોર્મમાં જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ પણ વાંચો : Fraud With Deepak Chahar Wife : ક્રિકેટર દીપક ચહરની પત્ની સાથે 10 લાખની છેતરપિંડી, કેસ દાખલ

મહેન્દ્ર સિંહ ધોની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો : જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાયરલ તસવીર તેની આગામી જાહેરાતમાંથી એકનો લુક છે. ટ્વિટર પર તસવીર શેર કરતી વખતે યુઝર્સ ઘણા કેપ્શન પણ આપી રહ્યા છે. કેટલાક ચાહકો તેના લુકના વખાણ પણ કરી રહ્યા છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય સેનાના પેરા ફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ રેન્ક આપવામાં આવ્યો છે. તેણે કાશ્મીરમાં ટ્રેનિંગ દરમિયાન જવાનો સાથે સમય પણ વિતાવ્યો છે. ચાહકો હવે મહેન્દ્ર સિંહ ધોનીની સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરને પસંદ કરી રહ્યા છે. તે પોલીસની ભૂમિકામાં સુપર કોપ તરીકે જોવા મળે છે.

આ પણ વાંચો : Joginder Sharma Retired : T20 વર્લ્ડ કપ જીતના હીરો જોગીન્દર શર્મા, 39 વર્ષની વયે નિવૃત્તિની કરી જાહેરાત

મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતને બે વર્લ્ડ કપ અપાવ્યા છે : મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેણે 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જો કે તે હજુ પણ IPL રમી રહ્યો છે. ધોની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો કેપ્ટન છે. સુકાનીપદના કારણે તે અત્યાર સુધીમાં 4 વખત ચેન્નાઈ સુપર કિંગ્સને આઈપીએલ વિજેતાનો ખિતાબ અપાવ્યો છે. વર્ષ 2022માં તેણે ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી, પરંતુ ફરી એકવાર મહેન્દ્ર સિંહને ટીમની કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતને બે વર્લ્ડ કપ અપાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.