ETV Bharat / bharat

Maharashtra News: મુંબઈ માનખુર્દ વિસ્તારમાં ભીષણ આગ લાગતા મચ્યો ખળભળાટ - massive fire breaks out in Mumbai

મંગળવારે વહેલી સવારે મહારાષ્ટ્રના મુંબઈના માનખુર્દ વિસ્તારના મંડલામાં ભંગારના ગોડાઉન સંકુલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના સમાચાર મળતાની સાથે જ અનેક ફાયર એન્જિન અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

MH update મુંબઈ માનખુર્દ વિસ્તારમાં ભીષણ આગ લાગતા મચ્યો ખળભળાટ

author img

By

Published : Apr 18, 2023, 11:13 AM IST

મુંબઈ માનખુર્દ વિસ્તારમાં ભીષણ આગ લાગતા મચ્યો ખળભળાટ

મહારાષ્ટ્રઃ મંગળવારે વહેલી સવારે મહારાષ્ટ્રના મુંબઈના માનખુર્દ વિસ્તારના મંડલામાં ભંગારના ગોડાઉન સંકુલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઓલવવાનું શરૂ કર્યું છે. આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી ફેલાઈ ગયા હતા. હજુ સુધી આગના કારણે કોઈ જાનહાની થઈ હોવાની માહિતી મળી નથી. એક ડઝનથી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર હતા અને છેલ્લી માહિતી સુધી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ હતા. પોલીસે આગનું કારણ જાણવા માટે પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Atiq Ahmed: અતીક અહેમદે પોતાના જ સમુદાય પર કર્યા જુલમ, જાણો કોણ હતા એ લોકો

ભંગારના બે ગોડાઉનમાં આગઃ મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું કે, કમ્પાઉન્ડમાં આગ લેવલ 3 ની છે. જોકે રાહતની વાત એ છે કે, આ આગમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ ઈલેક્ટ્રિક વાયર, ઈલેક્ટ્રીકલ સાધનો, ભંગારની સામગ્રીના ઢગલા, લાકડાની વસ્તુઓ, તેલના ડ્રમ, પ્લાસ્ટિક અને ખુલ્લા મેદાનમાં પડેલા કચરો અને 08 થી 10 માળના વેરહાઉસ સુધી સીમિત હતી. અગાઉ ગઈકાલે પણ થાણેમાં ભંગારના બે ગોડાઉનમાં આગ લાગી હતી.

આ પણ વાંચોઃ Indian climber missing: અન્નપૂર્ણા પર્વત પરથી ભારતીય પર્વતારોહક થયો ગુમ, સર્ચ ઓપરેશન થયું ચાલુ

વારંવાર આગના બનાવઃ મહાનગર મુંબઈમાં સમયાંતરે આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે બહુમાળી ઈમારતમાં આગ લાગે છે ત્યારે મુશ્કેલી વધી જાય છે. આ કેસમાં પણ ભંગારના ગોદામમાં આગ લાગી હતી. સતત પાણીનો મારો ચલાવીને આગ ઠારવામાં આવી હતી. ઝડપથી સળગી ઊઠે એવી ચીજવસ્તુઓ વધારે હોવાને કારણે આગે વિકરાળ રૂપ લઈ લીધું હતું. જોકે, આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. જોકે, વિશાળ પટમાં આગ લાગવાને કારણે દૂર સુધી ધુમાંડાના ગોળા જોવા મળ્યા હતા. જ્યારે આગની જ્વાળાઓ દૂર દૂરથી પણ દેખાઈ હતી. સ્ક્રેપમાં આગ લાગવાને કારણે લાખોનો માલ ખાખ થઈ ગયો હતો. જોકે, આગ લાગવા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.