ETV Bharat / bharat

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં 28 માર્ચથી નાઇટ કરફ્યૂ લાગૂ કરાશે

author img

By

Published : Mar 27, 2021, 7:59 AM IST

Updated : Mar 27, 2021, 1:28 PM IST

મહારાષ્ટ્ર સરકારે વધતા કોરોના કેસોને ધ્યાનમાં લેતા 28 માર્ચથી નાઇટ કરફ્યૂ લગાડવાનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપતા કહ્યું છે કે, જો લોકો કોવિડ -19 સુરક્ષા નિયમોનું પાલન નહીં કરે તો કડક પગલા લેવામાં આવી શકે છે.

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં 28 માર્ચથી નાઇટ કર્ફ્યુ લાગૂ કરાશે

  • કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે 28 માર્ચથી રાત્રિ કરફ્યૂ
  • કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો કડક પગલા લેવામાં આવશે
  • રાજ્યમાં 4 દિવસમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે દ્વારા શુક્રવારે સત્તાવાર નિવેદનમાં કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે 28 માર્ચથી રાત્રિના સમયે કરફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવાર રાતથી જ કરફ્યૂ લગાવવાનો આદેશ આપી દીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યપ્રધાને ચેતવણી આપી છે કે, જે લોકો કોવિડ-19 સુરક્ષા નિયમોનું પાલન નહીં કરે તો કડક પગલા લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશનારા વ્યક્તિઓના ટેસ્ટ અને સ્ક્રિનીંગ ફરજિયાત

મુખ્યપ્રધાને રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યપ્રધાને વિભાગીય કમિશ્નરો, જિલ્લા કલેકટરો, પોલીસ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન સાથે રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ઠાકરેએ કહ્યું હતું કે, 'હું લોકડાઉન લાગુ કરવાની ઇચ્છા ધરાવતો નથી. પરંતુ, કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને જોતા, હોસ્પિટલોમાં ભીડ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: કોરોના સંક્રમણ વધતા ટ્રાફિક બ્રિગેડની 30 તાલીમાર્થી કોરોનાના ચપેટમાં

ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ 35,952 નવા કેસ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યપ્રધાને અધિકારીઓને હોસ્પિટલોમાં પૂરતા બેડ અને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ 35,952 નવા કેસ નોંધાયા છે. 4 દિવસમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે.

Last Updated : Mar 27, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.