- મહારાષ્ટ્રના વન પ્રધાન સંજય રોઠોડે આપ્યું રાજીનામું
- મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રાજીનામું સોપ્યું
- પૂજા ચવ્હાણ આત્મહત્યા કેસમાં સંજય રાઠોડનું નામ સામે આવ્યું હતું
મુંબઈઃ મહારાષ્ટ્રના વન પ્રધાન સંજય રાઠોડે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રાજીનામું સોપ્યું હતું. ઉલ્લેખનિય છે કે, પુણેમાં 8 ફેબ્રુઆરીના રોજ એક 23 વર્ષીય યુવતી પૂજા ચવ્હાણનું મકાનમાંથી નીચે પડતાં કથિતરૂપે મોત થયું હતું. ભાજપે આક્ષેપ કર્યો હતો કે, સંજય રાઠોડ પૂજા ચવ્હાણ આત્મહત્યા કેસમાં દોષી છે. આવી સ્થિતિમાં તેણે પોતાનું રાજીનામું આપવું જોઈએ.
ભાજપે રાઠોડના રાજીનામાની માગને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું
જોકે, યવતમાલના શિવસેનાના નેતા રાઠોડે મહિલાની મોત સાથે તેનો કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો. મહારાષ્ટ્ર ભાજપની મહિલા શાખાએ મુંબઈ, થાણે, નાસિક, ઔરંગાબાદ અને અન્ય શહેરોમાં રાઠોડના રાજીનામાની માગને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજેપીએ શનિવારે કહ્યું હતું કે, તેઓ પુણેમાં એક મહિલાના મોત મામલે મહારાષ્ટ્રના વન પ્રધાન સંજય રાઠોડને બરતરફ કરવાની માગ છોડશે નહીં. સાથે વિરોધી પક્ષે રાજ્ય સરકાર દ્વારા તેના નેતા ચિત્રા વાઘના પતિ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવાની પણ ટીકા કરી હતી.