ETV Bharat / bharat

Madhyapradesh Assembly Election: કમલનાથે શિવરાજ સરકાર વિરૂદ્ધ આરોપપત્ર જાહેર કર્યું છે, હું 2023નું કમલનાથ મોડલ છુઃ કમલનાથ - 1000 કરોડનું શાળા ત્યાગી કન્યા કૌભાંડ

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી સંદર્ભે દરેક પક્ષ સક્રિય બનતા જાય છે. તેમાં કૉંગ્રેસે શિવરાજ સરકાર વિરૂદ્ધ પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે. કૉંગ્રેસ અધ્યક્ષ કમલનાથે શિવરાજ સરકારના કૌભાંડો દર્શાવતું આરોપપત્ર આજે રજૂ કર્યુ છે. વાંચો આરોપપત્રમાં ઉલ્લેખ કરાયેલા કૌભાંડો વિશે...

મધ્યપ્રદેશ કૉંગ્રેસ જાહેર કર્યુ આરોપપત્ર

author img

By

Published : Aug 18, 2023, 3:47 PM IST

મધ્યપ્રદેશઃ વિધાનસભા ચૂંટણી મુદ્દે કૉંગ્રેસે કામગીરી શરૂ કરી દીધી છે. આ ચૂંટણીના પ્રચારના એક ભાગરૂપે સત્તાપક્ષ વિરૂદ્ધ આરોપપત્ર તૈયાર કર્યો છે. આ આરોપપત્રમાં કૉંગ્રેસે શિવરાજસિંહ ચૌહાણના 220 મહિનાની સરકારમાં 225થી વધુ કૌભાંડોની યાદી જાહેર કરી છે. આ આરોપપત્રની જાહેરાત કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં કૉંગ્રેસ અધ્યક્ષ કમલનાથ દ્વારા કરવામાં આવી હતી. આરોપપત્રમાં શિવરાજ સરકારે મંદિરોમાં ભ્રષ્ટાચાર કર્યો છે તેવો ઉલ્લેખ પણ કરાયો છે.

કૉંગ્રેસે રજૂ કરી શિવરાજ સરકારના કૌભાંડોની યાદીઃ કૉંગ્રેસે સત્તા પક્ષ પર 50 ટકા કમિશન રેટનો પણ આરોપ લગાવ્યો છે. જે સંદર્ભે સરકારે ભાજપા નેતા વિરૂદ્ધ 40થી વધુ જિલ્લાઓમાં એફઆરઆઈ પણ દાખલ કરી હતી. આરોપપત્રમાં ઘણા આરોપોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.

15000 કરોડનું પોષણ આહાર કૌભાંડઃ કૉંગ્રેસે આરોપ લગાડ્યો કે 49,00,000 લાભાર્થીઓ યોજનાથી દૂર થવા છતાં સરકારે 14,100 કરોડ રૂપિયા ખર્ચીને અંદાજે 11,000 મેટ્રિક ટન પોષણ આહારની વહેંચણી માત્ર કાગળ પર દર્શાવી. 237 કરોડ રૂપિયાનો 38,304 ટન ખરાબ પોષણ આહાર લાખો બાળકો અને ગર્ભવતી મહિલાઓને વહેંચ્યો. કાગળ પર કુલ 1.51 કરોડ લોકોને ખાવાનું આપ્યું હોવાનું કેગના રીપોર્ટમાં ખુલાસો થયો હતો.

9500 કરોડનો આંગણવાડી નળ જળ કૌભાંડઃ કૉંગ્રેસના આરોપપત્રમાં સરકારના 41,205 આંગણવાડી કેન્દ્રોમાં નલથી જળ મળવાના દાવાને પડકારવામાં આવ્યો છે. માત્ર 6,327 આંગણવાડી કેન્દ્રોમાં જ નળથી જળ પ્રાપ્ત થઈ રહ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ નળ જળ કૌભાંડમાં માત્ર 15 ટકા કામ થયું છે જ્યારે સરકારે 85 ટકા ન થયું હોવા છતાં એક ગુજરાતી કોન્ટ્રાક્ટરને 11,000 કરોડ રૂપિયાની લ્હાણી કરી દીધી છે.

1000 કરોડનું શાળા ત્યાગી કન્યા કૌભાંડઃ આ કૌભાંડમાં શિવરાજ સરકારે ઓનલાઈન પોર્ટલ પર 36 લાખ શાળા ત્યાગી કન્યાઓ હોવાનું જણાવ્યું છે. હકીકતમાં આ આંકડો માત્ર 43,000નો હતો. શિવરાજ સરકારે આ યોજનામાં એટલું મોટું કૌભાંડ કર્યુ કે કેન્દ્ર સરકારે માર્ચ 2022માં આ યોજના જ બંધ કરી દીધી.

12,000 કરોડનું મધ્યાહન ભોજન કૌભાંડઃ આરોપપત્રમાં ઉલ્લેખ છે કે મધ્યપ્રદેશની શાળાઓમાં માત્ર 26 ટકા જ વિદ્યાર્થીઓ હાજર રહે છે.જ્યારે સરકારે 86 ટકાથી 95 ટકા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન જમાડી દીધું. 2008થી 2022 સુધી સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા સતત ઘટતી ગઈ છે પરંતુ શિવરાજ સરકારે મધ્યાહન ભોજનનો ખર્ચ સતત વધાર્યા જ કર્યો.

બીજા અનેક કૌભાંડોઃ આરોપપત્રમાં 600 કરોડનું યુનિફોર્મ કૌભાંડ, 2000 કરોડનું સર્વ શિક્ષા અભિયાન કૌભાંડ, 100 કરોડનું સ્માર્ટ ક્લાસ કૌભાંડ, 2000 કરોડનું વ્યાપમ કૌભાંડ, 3000 કરોડનું કૌશલ્ય વિકાસ કૌભાંડ, નર્સિંગ કૌભાંડ, પટવારી ભરતી કૌભાંડ જેવા 225થી વધુ કૌભાંડોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હું 2023નો કમલનાથ છુંઃ કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં પાર્ટી પ્રદેશ અધ્યક્ષ કમલનાથ, વિધાનસભા વિપક્ષ નેતા ડૉ. ગોવિંદ સિંહ અને ઘોષણા પત્ર સમિતિના અધ્યક્ષ પારસ સકલેચાએ આરોપપત્ર જાહેર કર્યુ હતું. કમલનાથે મોડા આવવા બદલ માફી માંગી હતી. દરરોજ 500થી 700 લોકો વિવિધ વિધાનસભા વિસ્તારમાંથી મારા ઘરે આવે છે પણ આજે 1000થી વધુ લોકો મળવા આવ્યા હતા. હું લોકસભાના સમયથી શિવરાજસિંહને ઓળખું છું. ત્યારે હું તેમને પ્રેમથી શિવરાજ કહીને બોલાવતો હતો ત્યારે તેઓ શિવરાજ હતા આજે ઠગરાજ બની ગયા છે. શિવરાજે યુવાનો, કર્મચારીઓ સહિત દરેક વર્ગને ઠગ્યા છે. તેમની દાનત અને નીતિ ઠગવાની છે. તેમણે મહાકાલ મંદિર અને ગૌમાતાને પણ નથી છોડ્યા. આજે મધ્યપ્રદેશનો દરેક વ્યક્તિ ભ્રષ્ટાચારનો શિકાર છે અથવા ભ્રષ્ટાચારનો સાક્ષી છે. આ સમગ્ર મધ્યપ્રદેશ પર લાગેલું કલંક છે. તેથી જ મધ્યપ્રદેશમાં કોઈ રોકાણ કરવા તૈયાર નથી. આરોપપત્રની માહિતીથી દરેક મધ્યપ્રદેશવાસી પરિચિત જ છે.શિવરાજ સરકારના કૌભાંડો બાબતે કમલનાથને પ્રશ્ન પુછાયો હતો કે જો સત્તામાં આવશો તો આ કૌંભાડો પર શું કાર્યવાહી કરશો? કમલનાથે હુંકાર કર્યો કે, હવે હું 2018નો કમલનાથ નથી પરંતુ 2023નો કમલનાથ છું.

  1. મધ્ય પ્રદેશની મહાભારતઃ ફ્લોર ટેસ્ટ પહેલા જયપુરથી ભોપાલ પહોંચ્યા કોંગ્રેસ MLA
  2. શિવરાજ સરકારના મંત્રીમંડળ માટે જોવા મળતા સમીકરણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.