છિંદવાડા : મધ્યપ્રદેશ સરકારનો શિક્ષણ વિભાગ પણ અદ્ભુત છે, અહીં શાળા શિક્ષણ વિભાગે એ શિક્ષકાને બઢતીનો આદેશ જારી કર્યો હતો જેમને પાંચ દિવસ પહેલા નિવૃત્તિનું વિધિવત વિદાયમાન આપી દેવામાં આવ્યું હતું. આ મામલો એમએલબી સ્કૂલનો હતો, જ્યાં 31 જુલાઈએ નિવૃત્ત થયા બાદ 5 ઓગસ્ટના રોજ ઉચ્ચ હોદ્દા પર ચાર્જ આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
શિક્ષિકા 31 જુલાઈએ નિવૃત્ત થયા છે. પરંતુ સરકારી જવાહર કન્યાશાળાના વિચાર પર પ્રમોશન આપવા માટે શાળા શિક્ષણ વિભાગ તરફથી આદેશ જારી કરવામાં આવ્યો છે. આ અંગે વરિષ્ઠ કચેરીને જાણ કરી દેવામાં આવી છે...ભારત સોની(આચાર્ય, સરકારી મહારાણી લક્ષ્મીબાઇ સ્કૂલ)
શું બની ઘટના : છિંદવાડાની સરકારી એમએલબી સ્કૂલના શિક્ષિકાનો કાર્યકાળ પૂરો થયો હતો. વયનિવૃત્ત થતાં શિક્ષિકાને અન્ય શિક્ષકો અને બાળકોએ મળી વિદાય સમારોહનું આયજોન કર્યું અને સન્માનભેર વિદાય પણ કર્યાં. આના પાંચ દિવસ પછી શિક્ષિકાના પ્રમોશનનો લેટર જારી કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશમાં બનેલી આ ઘટના અહીં જ સંભવ છે એમ કહેવાઇ રહ્યું છે. કેમ કે સરકારી શાળાના શિક્ષિકા 31 જુલાઇએ નિવૃત્ત થયાં હતાં. વિદાય સમારોહ પણ યોજાઇ ગયો હતો અને 5 ઓગસ્ટે એમનો પ્રમોશન લેટર શાળામાં પહોંચ્યો હતો. પ્રમોશન સાથે તેઓને પ્રભારી આચાર્યા બનાવાયાં હતાં.
ઉચ્ચ હોદ્દા પર ચાર્જ આપવાની પ્રક્રિયા થઇ છે. એમએલબીના નિવૃત્ત શિક્ષિકાનો આદેશ ભોપાલ ઓફિસમાંથી જારી કરવામાં આવ્યો છે. આ ભોપાલ ઓફિસમાંથી ભૂલથી જારી કરવામાં આવ્યું હોઈ શકે છે. તેની જાણ વિભાગીય રીતે કરવામાં આવશે....જી. એસ. બઘેલ(જિલ્લા શિક્ષણ અધિકારી)
નિવૃત્તિના પાંચ દિવસ બાદ પ્રમોશન : આ મામલે વિભાગીય અધિકારીઓનું કહેવું છે કે આ પ્રક્રિયા ભોપાલથી થઈ છે જેથી ભૂલ પણ ત્યાંથી થઈ છે. હકીકત એ છે કે એમએલબી સ્કૂલમાંથી શિક્ષિકા જુલાઈ મહિનામાં નિવૃત્ત થઇ ગયાં છે. જે માટે એમએલબી શાળામાં વિદાય સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ શાળા શિક્ષણ વિભાગે 5 ઓગસ્ટના રોજ આદેશ જારી કરીને તેમને જવાહર કન્યાશાળા છિંદવાડામાં પ્રાચાર્ય પદનો ચાર્જ સોંપી દીધો છે. મામલો સામે આવ્યાં બાદ હવે વિભાગીય અધિકારીઓ ભોપાલની વરિષ્ઠ કચેરીમાંથી ભૂલ થઇ હોવાનું જણાવી રહ્યા છે.
શિક્ષિકાએ મામલાની પુષ્ટિ કરી : ભોપાલ સ્કૂલ શિક્ષણ વિભાગમાંથી આદેશ આ મામલે શિક્ષિકાએ ઈટીવી ભારત સાથે વાત કરતા નામ ન આપવાની શરતે જણાવ્યું કે સરકારી નિયમો અનુસાર તેઓ 31 જુલાઈના રોજ નિવૃત્ત થઈ ગયાં છે. તેમણે જણાવ્યું હતું કે શાળા શિક્ષણ વિભાગના રાજપત્રિત સેવા ભરતી નિયમો હેઠળ ઉચ્ચ હોદ્દાનો ચાર્જ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત તેમને જવાહર કન્યાશાળા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા છે. જારી કરાયેલા આદેશ મુજબ તેમનેે આગામી સાત દિવસમાં નિર્ધારિત સ્થળે જોડાવા માટે કહેવામાં આવ્યું છે.