જબલપુર: મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રવિ વિજય કુમાર મલીમથ અને ચીફ જસ્ટિસ પી.કે. કૌરવોની ખંડપીઠે (Madhya Pradesh High Cout chief Justist batch) ત્રીજી પ્રસૂતિની રજા (Third Maternity leave) પર એક મોટો અને મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. મધ્યપ્રદેશની હાઈકોર્ટે જણાવ્યું છે કે, "એક મહિલા સરકારી કર્મચારી ત્રીજી વખત પ્રસૂતિની રજા (Third Maternity leave) માટે હકદાર છે. જો તે તેના પહેલા પતિને છૂટાછેડા આપે , ફરીથી લગ્ન કરે અને ગર્ભ ધારણ (Maternity leave) કરે તો". સામાન્ય સંજોગોમાં, પ્રસૂતિ રજા ફક્ત બે વાર જ માન્ય ગણવામાં આવે છે.
આ પણ વાંચો: અહો આશ્ચર્યમ, 73 વર્ષની વયોવૃદ્ધ મહિલાએ ટ્વિન્સને આપ્યો જન્મ
શું છે આખો કેસ: મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના પૌરી કલાન ગામમાં પ્રાથમિક શાળાની શિક્ષિકા પ્રિયંકા તિવારીએ છૂટાછેડા પછી ફરીથી લગ્ન કર્યા હતા. પછી તે ગર્ભવતી બની ગઈ હતી. સિવિલ સર્વિસીસ રૂલ્સ મુજબ મહિલા કર્મચારી માત્ર બે વાર જ પ્રસૂતિ રજા મેળવવા માટે હકદાર હોવાથી તેણે ત્રીજી વખત હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં, તેમણે તેના ત્રીજા બાળક માટે પ્રસૂતિ રજા આપવા માટે શાળા શિક્ષણ વિભાગને અરજી કરી હતી. પ્રાથમિક શાળાના શિક્ષિકા તિવારીએ અરજીમાં જણાવ્યું હતું કે, "મારા પ્રથમ લગ્ન વર્ષ 2002 માં થયા હતા. વર્ષ 2018 માં છૂટાછેડા થઈ ગયા હતા. મેં 2021 માં ફરીથી લગ્ન કર્યા અને હવે હું ગર્ભવતી છું. પરંતુ નિયમો ત્રીજી વખત પ્રસૂતિ રજા લેતા અટકાવે છે".
આ પણ વાંચો: કામ કરતી સગર્ભા સ્ત્રીઓ માટે આ સાવચેતીઓ જરૂરી
અરજીમાં કરી આ સ્પષ્ટતા: પ્રિયંકા તિવારીની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "જો કોઈ મહિલા કર્મચારી છૂટાછેડા પછી ફરીથી લગ્ન કરે છે, તો તેમણે બેથી વધુ વખત પ્રસૂતિ રજા મેળવાની હક હોવો જોઈએ." શિક્ષક પ્રિયંકા તિવારીએ પોતાની અરજી સાથે આવી જ પરિસ્થિતિમાં હરિયાણા હાઈકોર્ટના આદેશની નકલ જમા કરવી હતી. ચીફ જસ્ટિસ રવિ વિજય કુમાર મલીમથ અને ન્યાયમૂર્તિ પી.કે. કૌરવની બેંચે આ કેસની સુનાવણી દરમિયાન જાણ્યું કે રાજ્ય સરકારે હજુ સુધી આ અરજીનો જવાબ આપ્યો નથી. પરિસ્થિતિની તાકીદને ધ્યાનમાં રાખીને, હાઇકોર્ટે તેના વચગાળાના આદેશમાં શાળા શિક્ષણ વિભાગને પ્રિયંકા તિવારીને ત્રીજી વખત પ્રસૂતિ રજા આપવા જણાવ્યું છે.