નવી દિલ્હી દેશમાં મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને મહિનાના પહેલા દિવસે મોટી રાહત મળી છે ( LPG cylinder new price on 1 Sep 2022). 1લી સપ્ટેમ્બરે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે (Reduction in commercial gas cylinder prices). જોકે, ભાવમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે. જ્યારે 14.2 કિગ્રાનું ઘરેલું એલપીજી સિલિન્ડર જૂના ભાવે જ ઉપલબ્ધ છે(Commercial Gas Cylinder Prices in India ).
1 સપ્ટેમ્બરથી ભાવમાં બદલાવ 1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 1 ઇન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા, ચેન્નાઈમાં 96 રૂપિયા સસ્તી થશે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડાનો ફાયદો દેશના લગભગ દરેક ખૂણામાં મળશે.
ક્યાં હશે સિલિન્ડરની કિંમત દિલ્હીમાં આજથી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1976.50ની જગ્યાએ 1885 રૂપિયા થશે. તે જ સમયે, હવે કોલકાતામાં કિંમતો ઘટીને 1995.5 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પહેલા તે 2095 રૂપિયા હતો. મુંબઈમાં સિલિન્ડરની કિંમત ઘટીને 1844 રૂપિયા થઈ ગઈ છે.
6 જુલાઈથી કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો નથી 6 જુલાઈથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે સિલિન્ડર હજુ પણ એ જ કિંમતે મળશે. ઇન્ડેન સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1053 રૂપિયા હશે, જ્યારે કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052, ચેન્નાઈમાં 1068 રૂપિયા હશે.