મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ 1 મેના રોજ આપેલા ભાષણ (controversial speech Raj Thackeray ) અને ઔરંગાબાદમાં એક જાહેર રેલીના આયોજકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તેમની જાહેર સભાનો વીડિયો જોયા બાદ કેસ નોંધ્યો છે. આ અગાઉ મહારાષ્ટ્ર પોલીસ વડા રજનીશ સેઠે કહ્યું હતું કે, ઔરંગાબાદ પોલીસ કમિશ્નર કથિત વિવાદાસ્પદ ભાષણ માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે વિરુદ્ધ યોગ્ય કાનૂની કાર્યવાહી (FIR Against Raj Thackeray) કરશે. શેઠે પત્રકારોને કહ્યું કે, 'ઔરંગાબાદના પોલીસ કમિશ્નર ભાષણની તપાસ કરી રહ્યા છે. તે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરશે.
આ પણ વાંચો : 3 મે સુધી જોઈ લેજો નહીં તો પછી... રાજ ઠાકરેનું નિવેદન
મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની હાકલ : બે દિવસ પહેલા ઔરંગાબાદમાં એક રેલીમાં રાજ ઠાકરેએ 4 મેથી મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની હાકલ (Loudspeaker controversy in maharashtra)કરી હતી. શેઠ મંગળવારે રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલને મળ્યા હતા અને બન્નેએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો : રઝા મુરાદની પ્રાર્થના... "મંદિર તૂટે તો દુ:ખી મુસલમાન થાય"
ધાર્મિક સ્થોળોની બહાર હનુમાન ચાલીસા : નોંધપાત્ર રીતે, રાજ્યના મરાઠવાડા ક્ષેત્રના ઔરંગાબાદમાં એક રેલીમાં, રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની 3 મેની સમયમર્યાદા પર અડગ છે અને જો તેમ કરવામાં નહીં આવે તો તમામ હિન્દુઓને આ ધાર્મિક સ્થોળોની બહાર હનુમાન ચાલીસા વગાડવી જોઈએ. શેઠે કહ્યું કે, 'મહારાષ્ટ્ર પોલીસ કોઈપણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળવા સક્ષમ છે. રાજ્યમાં SRPF (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ) અને હોમગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે. તેણે કહ્યું કે, 'હું દરેકને શાંતિ જાળવવાની અપીલ કરું છું.'