ETV Bharat / bharat

Karnataka News : ભાજપ MLAના પુત્રના ઘરેથી 6 કરોડ રૂપિયા જપ્ત, 40 લાખની લાંચ લેવાનો આરોપ

કર્ણાટકના ચેન્નાગિરીના બીજેપી ધારાસભ્ય વિરુપક્ષપ્પાના પુત્ર અને બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડના ચીફ એકાઉન્ટન્ટ પ્રશાંત લાંચ લેતા લોકાયુક્તની જાળમાં ફસાઈ ગયા. તેમના ઘરેથી 6 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

author img

By

Published : Mar 3, 2023, 2:03 PM IST

ચેન્નાગિરીના બીજેપી ધારાસભ્ય વિરુપક્ષપ્પાના પુત્ર

બેંગલુરુ: કર્ણાટકમાં ભાજપ MLAના પુત્રના ઘરેથી 6 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ચન્નાગિરીના બીજેપી ધારાસભ્ય અને કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના પ્રમુખ મદલ વિરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલને લોકાયુક્ત પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી 40 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો. આરોપ છે કે તેણે આ રકમ તેના પિતાના નામે લીધી હતી.

6 કરોડની રોકડ જપ્ત: ધારાસભ્યનો પુત્ર પ્રશાંત મદલ જે BWSSBમાં ચીફ એકાઉન્ટ્સ ઓફિસર તરીકે કામ કરે છે. ગુરુવારે સાંજે ક્રેસન્ટ રોડ પરની તેમની અંગત ઓફિસમાં રંગે હાથે ઝડપાયો હતો. અધિકારીઓ દ્વારા કાર્યાલયમાં તપાસ દરમિયાન તેના ઘર અને ઓફિસમાંથી આશરે રૂપિયા 6 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી, જે બિનહિસાબી હતી. લોકાયુક્ત અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે સવારે 4 વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પ્રશાંત મદલ, તેના સંબંધી સિદ્ધેશ, એકાઉન્ટન્ટ સુરેન્દ્ર, નિકોલસ અને ગંગાધરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Rahul Gandhi At Cambridge: કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ ખોલી પેગાસસ ફાઇલ, કહ્યું - સરકારે મારા ફોનની જાસૂસી કરી

40 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ: અધિકારીઓએ જણાવ્યું કે પોલીસને કોન્ટ્રાક્ટર તરફથી ફરિયાદ મળી હતી. કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી હતી કે તેણે KSDLના કાચા માલની ખરીદી માટેના ટેન્ડર સંબંધિત હરાજીમાં ભાગ લીધો હતો. કોન્ટ્રાક્ટ મેળવવા માટે તેને 81 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. મદલ વિરુપક્ષપ્પા અને તેમના પુત્ર પ્રશાંત મદલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ગુરુવારે સાંજે ક્રેસન્ટ રોડ પર ધારાસભ્યની ઓફિસમાં કોન્ટ્રાક્ટરને રૂપિયા 40 લાખનું એડવાન્સ પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Fraud On The Name Of Govt Scheme : સરકારી યોજનાઓના નામે છેતરપિંડીના નવા રસ્તા

પ્રશાંત મદલની ધરપકડની પુષ્ટિ કરતા એક લોકાયુક્ત અધિકારીએ જણાવ્યું કે પ્રશાંત મદલ લાંચ લેતા ઝડપાયો હતો. તેણે કહ્યું કે સંજયનગરમાં તેના નિવાસસ્થાને તપાસ કરવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી. પોલીસે ઓફિસ અને ઘરમાંથી 6 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ અને એક કારમાંથી લગભગ 40 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.