નાલંદાઃ ભાજપના વિરોધી પક્ષો એકઠા કરવાના અભિયાનમાં નીતિશકુમાર વ્યસ્ત છે. તેમને આ અભિયાન દરમિયાન લોકસભા ચૂંટણી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દેશમાં લોકસભા ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરી છે. નાલંદા જિલ્લામાં મીડિયા સાથેની વાતચીતમાં નીતિશકુમારે આ નિવેદન આપ્યું છે.
મમતા બેનરજી પણ આપી ચૂક્યા છે નિવેદનઃ લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે તેના પર અગાઉ પશ્ચિમ બંગાળના મમતા બેનરજી પણ નિવદન આપી ચૂક્યા છે. મમતા બેનરજી માને છે કે ભાજપ આ સાલના અંતમાં, ડિસેમ્બર મહિનામાં જ લોકસભા ચૂંટણી કરાવી દેશે. વિવિધ પક્ષના નેતાઓ લોકસભાની ચૂંટણી મુદ્દે ભાજપ પર વાકપ્રહાર કરી રહ્યા છે. ભાજપને લોકસભા ચૂંટણી શા માટે વહેલી કરાવી છે, વહેલી ચૂંટણી યોજીને ભાજપને શું ફાયદો થશે તેના વિશે દરેક પક્ષના નેતાઓનું પોતપોતાનુ મંતવ્ય સામે આવી રહ્યું છે.
દેશમાં લોકસભા ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે. કેન્દ્ર આ ચૂંટણી નિર્ધારીત સમય કરતાં જેટલી બને તેટલી વહેલી યોજી શકે છે. આ વાત હું છેલ્લા ઘણા મહિનાથી કહી રહ્યો છું...નીતિશ કુમાર(મુખ્યપ્રધાન, બિહાર)
નીતિશેકુમારે બીજીવાર આપ્યું નિવેદનઃ બિહારના મુખ્યપ્રધાને લોકસભા ચૂંટણી સંદર્ભે અગાઉ પણ નિવેદન આપ્યા છે. તેમણે આ ચૂંટણી વહેલી યોજાશે તેવી શંકા રજૂ કરી હતી. જૂન 2023માં નીતિશકુમારે એક મીટિંગમાં તેમના અધિકારીઓને સરકારી યોજનાઓ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમણે દરેક યોજનાની સંદર્ભ જાણકારી તૈયાર રાખવા પણ કહ્યું હતું. તેથી જનતા આ યોજનાઓ વિશે સમયસર જાણી શકે. લોકસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતા વહેલા યોજાશે તેથી દરેક પ્રકારની તૈયારી રાખજો.