- દેશમાં કોરોના સંક્રમણમાં વધારો
- ઓડિશાએ 14 દિવસનું લોકડાઉન લાદ્યું
- આ અગાઉ હરિયાણામાં પણ લાદવામાં આવ્યું લોકડાઉન
ભુવનેશ્વરઃ કોરોના મહામારીના વધતા પ્રકોપને કારણે ઓડિશામાં 5મેથી 19મે સુધી 14 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઓડિશા સરકારે શનિવારે કોવિડ -19 રસીકરણ અભિયાનની 18-44 વર્ષની વયના લોકો માટે પ્રતીકાત્મક રિહર્સલ કરી હતી.
દેશમાં કોરોનાના કેસ
છેલ્લા 24 કલાકમાં ભારતમાં COVID19ના 3,92,488 નવા કેસ આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,95,57,457 હતી. 3,689 નવી મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 2,15,542 થઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા, 33,49,6444 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,59,92,271 છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં એક અઠવાડિયા માટે વધ્યું લોકડાઉન, કેજરીવાલે ટ્વીટ કરી આપી માહિતી
શુક્રવારે રાત્રે વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત 1 મેના રોજ ભુવનેશ્વરમાં પ્રતીકાત્મક હશે. કારણ કે, તે રાજ્યભરના શહેરી વિસ્તારોમાં સપ્તાહના અંતે લોકડાઉનનો પ્રથમ દિવસ છે.