- રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે તે જોતા લોકડાઉનનો નિર્ણય કરાયો
- બિહારમાં ફરીથી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે
- મુખ્યપ્રધાન નીતીશ કુમારે ટ્વીટ કરીને લોકડાઉન વધારવાની જાહેરાત કરી
પટના: બિહારમાં ફરીથી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. આજે કટોકટી મેનેજમેન્ટ ગ્રુપની બેઠક હતી. આ પછી તેની ઘોષણા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન નીતીશ કુમારે ટ્વીટ કરીને લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે તે જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ઓડિશામાં લોકડાઉન લંબાવાયું, મુખ્યપ્રધાન પટનાયકે કરી જાહેરાત
લોકડાઉન પર સારી અસર પડી છે અને કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે
મુખ્યપ્રધાન નીતીશ કુમારે ટ્વિટ કરીને લખ્યું છે કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, 5મે 2021થી ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આજે ફરીથી સહયોગી પ્રધાનો અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. લોકડાઉન પર સારી અસર પડી છે અને કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી 25 મેથી એટલે કે 1 જૂન, 2021 સુધી એક અઠવાડિયા માટે બિહારમાં લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પહેલા બે વાર લાગૂ કરવામાં આવ્યું હતું લોકડાઉન
જો કે, મુખ્યપ્રધાન નીતીશ કુમારે લોકડાઉન વધારવાના સંકેત આપી દીધા હતા. બિહારમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો પછી 5મેથી લોકડાઉન શરૂ થયું હતું. પ્રથમ તબક્કામાં 10 દિવસ માટે લોકડાઉન થયું હતું અને બીજી વખત લોકડાઉન 25મે સુધી 10 દિવસ માટે લંબાવાયું હતું.
આ પણ વાંચોઃ દિલ્હીમાં વધુ એક અઠવાડિયા માટે લંબાયું લોકડાઉન, 31મે સવારે 5 વાગ્યા સુધી લાગૂ રહેશે
24 ક્લાકમાં નવા 4002 કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 4002 કોરોના સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. આ રીતે, રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 40,691 થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 107 દર્દીઓના મોત નીપજ્યાં, જ્યારે 8111 વ્યક્તિઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે.