ETV Bharat / bharat

કર્ણાટકમાં આજથી આંગણવાડી સહિત એલકેજી(LKG)અને યુકેજીના (UKG)વર્ગો ફરી શરૂ થશે

સરકારી આદેશમાં વર્ગો અડધા દિવસ સુધી ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. ટેકનિકલ કમિટીની ભલામણોના આધારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે અમુક મુદ્દાઓ પર બાળકોના માતા-પિતાની સંમતિ લેવાનો આદેશ પણ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર બાળકોના વાલીઓને વર્ગમાં બાળકોની હાજરી માટે લેખિત સંમતિ લેવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ રાજ્યના તે જિલ્લાઓમાં લાગુ થશે જ્યાં કોરોના(Corona) સંક્રમણનો દર 2 ટકાથી ઓછો છે.

કર્ણાટકમાં આજથી આંગણવાડી સહિત એલકેજી(LKG)અને યુકેજીના (UKG)વર્ગો ફરી શરૂ થશે
કર્ણાટકમાં આજથી આંગણવાડી સહિત એલકેજી(LKG)અને યુકેજીના (UKG)વર્ગો ફરી શરૂ થશે
author img

By

Published : Nov 8, 2021, 1:32 PM IST

  • કર્ણાટકમાં આજથી આંગણવાડી સહિત એલકેજી અને યુકેજીના વર્ગો ફરી શરૂ થશે
  • સરકારી આદેશમાં વર્ગો અડધા દિવસ સુધી ચલાવવા માટે કહેવામાં આવ્યું
  • રાજ્યના તે જિલ્લાઓમાં લાગુ થશે જ્યાં કોરોના સંક્રમણનો દર 2 ટકાથી ઓછો

બેંગલુરુ: કર્ણાટકમાં સોમવાર એટલે કે આજથી આંગણવાડી સહિત એલકેજી(LKG) અને યુકેજીના (UKG)વર્ગો ફરી શરૂ થશે (class resumes from today In Karnataka). રાજ્ય સરકારે નાના બાળકો માટે ફરીથી વર્ગો શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ આદેશ રાજ્યના તે જિલ્લાઓમાં લાગુ થશે જ્યાં કોરોના સંક્રમણનો દર 2 ટકાથી ઓછો છે.

ટેકનિકલ કમિટીની ભલામણોના આધારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે

સરકારી આદેશમાં વર્ગો અડધા દિવસ સુધી ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. ટેકનિકલ કમિટીની ભલામણોના આધારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે અમુક મુદ્દાઓ પર બાળકોના માતા-પિતાની સંમતિ લેવાનો આદેશ પણ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર બાળકોના વાલીઓને વર્ગમાં બાળકોની હાજરી માટે લેખિત સંમતિ લેવા માટે કહેવામાં આવ્યું છે.

બાળકો માટે યોગ્ય સ્વચ્છતા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા આદેશ

ક્રમમાં શાળાઓને બાળકો માટે યોગ્ય સ્વચ્છતા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થીને ઉધરસ, શરદી અથવા તાવ જેવા કોવિડ-19 લક્ષણોમાંથી કોઈ એક દેખાઈ, તો વિદ્યાર્થીએ તરત જ અલગ થવું પડશે અને તેના માતાપિતા અથવા વાલીઓને જાણ કરવી પડશે.

આરોગ્ય વિભાગના અધિકારીઓ બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરશે

આ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ નિયમિતપણે બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરશે. સરકારે તમામ શાળાના કર્મચારીઓ અને શિક્ષકો માટે માસ્ક પહેરવાનું અને કોરોના રસીના બંને ડોઝ લેવાનું પણ જરૂરી બનાવ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણના દરમાં ઘટાડો થયો હોવાથી, નાના બાળકો માટે શાળાઓ ખોલવાની સતત માંગ કરવામાં આવી હતી. સરકારે પહેલાથી જ મોટા વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલી હતી.

આ પણ વાંચોઃ નોટબંધીના પાંચ વર્ષ: જાણો શું છે ડિજિટલ કરન્સી અને ચલણી નોટોની હાલની પરિસ્થિતિ

આ પણ વાંચોઃ લાલ કૃષ્ણ અડવાણીનો આજે 95મો જન્મદિવસ, વડાપ્રધાને મળીને પાઠવી શુભેચ્છા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.