- વીજળી પડવાથી 20 હાથીઓના મોત
- બે જૂથોમાં હાથીઓના મૃતદેહો મળી આવ્યા
- તેનું પોસ્ટમોર્ટમ કરાશે
ગુવાહાટી: એક ચોંકાવનારી ઘટનામાં મધ્ય આસામના નગાંવ જિલ્લામાં બામુની હિલ્સમાં 20 જેટલા હાથીઓનાં મોત થયાં છે. પ્રાથમિક તપાસમાં હાથી વીજળી પડતા મૃત્યુ પામ્યા હોવાનું બહાર આવ્યું છે.
સ્થાનિક ગ્રામજનો દ્વારા કરાઈ જાણ
મોટાભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક ગ્રામજનો દ્વારા જાણ કર્યા પછી તેઓએ ગુરુવારે બામુની હિલ્સમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: આસામમાં છે એશિયાનો સૌથી વયસ્ક હાથી 'બિજુલી પ્રસાદ', વાંચો વિશેષ અહેવાલ
બે જૂથોમાં હાથીઓના મૃતદેહો મળી આવ્યા
મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી) અમિત સહાયે જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે કાઠિયાટોલી રેન્જના કુંડલીમાં સૂચિત અનામત જંગલમાં એક ટેકરી પર આ ઘટના બની હતી. આ વિસ્તાર ખૂબ જ દૂરસ્થ છે અને અમારી ટીમ ગુરુવાક પહોંચી હતી જ્યાં તેમને બે જૂથોમાં હાથીઓના મૃતદેહો મળી આવ્યા હતા.
વીજળી પડવાના કારણે હાથીઓના થયા મોત
તેણે કહ્યું કે, ચાર હાથી ડુંગરની નીચે મળ્યા હતા, જ્યારે 14 ડુંગરની ટોચ પર હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વીજળી પડવાના કારણે હાથીઓના મોત થયા હતા.
આ પણ વાંચો: ઓરિસ્સામાં પેસેંજર ટ્રેન સાથે હાથી અથડાતા સર્જાયો અકસ્માત
હાલ તેનું પોસ્ટમોર્ટમ કરાશે
હાલ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. જેના પછી જ તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. સહાયે જણાવ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ શુક્રવારે કરવામાં આવશે.