નવી દિલ્હી: વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં ભાજપ આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ અદાણી પ્રકરણ મામલે સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા સવાલો ઉભા કર્યા હતા. આ દરમિયાન તેમને ગુજરાત મોડલ પર પણ સવાલો ઉભા કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર હોવા છતાં બાળમૃત્યુ દર અને કુપોષણનું પ્રમાણ સૌથી વધુ છે.
કુપોષણને લઈને સવાલ: વિપક્ષ નેતા ગુજરાત મોડલને લઈને સવાલ ઉભા કરતા કેટલાક આંકડાઓ રાજ્યસભામાં મુખ્ય છે. તેઓએ બાળમૃત્યુ અને કુપોષણને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાં બાળમૃત્યુ દર 31 ટકા છે. પેદા થનાર 25 ટકા બાળકો કુપોષિત હોય છે. કુપોષણ મામલે ગુજરાતની સ્થિતિ અંત્યંત ખરાબ છે. તેમેં કહ્યું હતું કે કુપોષણ મામલે ગુજરાત 30 રાજ્યોની યાદીમાં 29 માં નંબરે છે. નીતિ અયોગ્ય અને હાવર્ડના રિપોર્ટ પ્રમાણે હેલ્થ ઇન્ડિકેટર મામલે ગુજરાત ખુબ પાછળ છે. હેલ્થ ઇન્ડિકેટર મામલે સૌથી ખરાબ પરફોર્મન્સ ધરાવતા જિલ્લાઓ 10 માંથી 6 જિલ્લાઓ ગુજરાતના છે.
આરોપ-પ્રત્યારોપ: મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર રાજ્યસભામાં હોબાળો થયો હતો. ખડગેએ ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મુકવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ મુદ્દે પણ વાજપેયીજીએ રાજધર્મનું પાલન કરવાની વાત કરી હતી. બીજી તરફ રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા પોતે જામીન પર બહાર છે. કુટુંબ રાખવા માટે ઇટાલી સૌથી સુરક્ષિત સ્થળ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સત્તામાંથી બહાર થયા બાદ ગુસ્સે છે. જનતા તેને વોટ ન આપે તો શું કરવું.
આ પણ વાંચો Repo Rate Hiked: RBI એ રેપો રેટમાં કર્યો 25 બેસિસ પોઈન્ટનો વધારો, ઘર-કાર લોન થશે મોંઘી
સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો: બુધવારે અદાણી મુદ્દે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષે કેન્દ્રને આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે. અદાણીના મુદ્દે વિરોધ પક્ષોના હોબાળાને કારણે સંસદમાં ત્રણ દિવસ સુધી કોઈ કામકાજ થઈ શક્યું ન હતું. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠ સમાપ્ત થયા પછી, મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ.