ETV Bharat / bharat

સ્વર કોકિલા લતા મંગેશકરની જન્મ જયંતિ, જાણો તેમના અનન્ય ક્રિકેટપ્રેમની વાત - લતાજીનું 1983 વિશ્વકપમાં મોટુ યોગદાન

આજે સ્વર કોકિલા લતા મંગેશકરની જન્મ જયંતિ છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. લતાના પિતા દીનાનાથ મંગેશકર મરાઠી થિયેટર અભિનેતા, સંગીતકાર અને ગાયક હતાં. લગભગ 6 દાયકા સુધી ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો ગાનાર લતાએ 30 થી વધુ ભાષાઓમાં ગીતોને અવાજ આપ્યો છે.

સ્વર કોકિલા લતા મંગેશકરની જન્મ જયંતિ, જાણો તેમના અનન્ય ક્રિકેટપ્રેમની વાત

author img

By

Published : Sep 28, 2022, 4:10 PM IST

હૈદરાબાદ આજે સ્વર કોકિલા લતા મંગેશકરની જન્મ જયંતિ (Lata Mangeshkar) છે. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરના સ્વચ્છ શહેરમાં થયો હતો. લતાના પિતા દીનાનાથ મંગેશકર પણ મરાઠી થિયેટર અભિનેતા, સંગીતકાર અને ગાયક હતા. લગભગ 6 દાયકા સુધી ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો ગાનાર લતાએ 30 થી વધુ ભાષાઓમાં ગીતોને અવાજ આપ્યો. લતાજીને ન્યુમોનિયા થયા બાદ 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેમને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતાં. 92 વર્ષીય લતા મંગેશકરને વય સંબંધિત અન્ય સમસ્યાઓ હતી અને તેઓનું આ વર્ષે 6 ફેબ્રુઆરીએ દુનિયાને અલવિદા કહ્યું હતું.

લતા મંગેશકરના જીવનની મહત્ત્વની વાત લતાજીનાં માતાનું નામ શેવંતી મંગેશકર અને ભાઈનું નામ હૃદયનાથ મંગેશકર છે. જેઓ સંગીતકાર છે. લતાૃજીને ત્રણ નાની બહેનો પણ છે. તેમના નામ ઉષા મંગેશકર, આશા ભોસલે અને મીના ખાડીકર છે. લતાની ત્રણેય બહેનો પણ ગાયિકા તરીકે જાણીતી છે. લતા મંગેશકરની કારકિર્દી તેમનું નામ દિવંગત પ્રસિદ્ધ ગાયક, સંગીતકાર અને ગીતકાર ભૂપેન હજારિકા સાથે ઘણી વખત જોડવામાં આવ્યું હતું, પરંતુ લતા મંગેશકરે ક્યારેય કોઈ સાથે લગ્ન કર્યા નથી.

લતા મંગેશકરની કારકિર્દી લતાજી તેમના પ્લેબેક સિંગિંગ ( Career of Lata Mangeshkar ) થી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વની પ્રખ્યાત અને સૌથી પ્રતિષ્ઠિત ગાયિકાઓમાંની એક છે. જાણીને નવાઈ લાગશે કે તેમણે એક હજારથી વધુ હિન્દી ગીતોને પોતાનો મધુર અને મનમોહક અવાજ આપ્યો છે.

લતાજીએ સંગીતની પ્રારંભિક તાલીમ તેમના પિતા દીનાનાથ મંગેશકર પાસેથી લીધી હતી. તમને જણાવી દઈએ કે, માત્ર પાંચ વર્ષની ઉંમરે લતાજીએ નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.લતાજીએ 1942માં 13 વર્ષની ઉંમરે ગાયિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે લતાજીએ પોતાનું પહેલું ગીત વસંત જોગલેકરની મરાઠી ફિલ્મ કિટ્ટી હસલ માટે ગાયું હતું.

લતાજીએ ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. 30હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. તેમના પ્લેબેક સિંગિંગ માટે તેમને ભારતના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' થી 2001માં નવાજવામાં આવ્યા હતાં.

લતાજીનું 1983 વિશ્વકપમાં મોટુ યોગદાન વરિષ્ઠ બોલિવૂડ અભિનેતા અને દિવંગત ભારતીય ક્રિકેટ કેપ્ટન મન્સૂરઅલી ખાન પટૌડીના પત્ની શર્મિલા ટાગોરે ખુલાસો કર્યો હતો કે સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 20 લાખ રૂપિયા એકઠા કર્યા હતાં. લતાજી ક્રિકેટના ખૂબ શોખીન હતાં. 1983માં જ્યારે અમે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેમણે હૃદયનાથ મંગેશકર સાથે 20 લાખ રૂપિયાનું ફંડ ( Lata Big Contribution in 1983 World Cup ) એકઠું કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.